બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 ઑક્ટોબર 2021 (11:35 IST)

પતિ-પત્નીના ઝઘડાથી સળગ્યા 10 ઘર, 10 પાડોશીનાં ઘર પણ સળગી ગયાં

મહારાષ્ટ્રના સતારામાં પતિ-પત્નીના ઝઘડાથી સળગ્યા 10 ઘર, 10 પાડોશીનાં ઘર પણ સળગી ગયાં. સતારા પાટણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પત્ની સાથેના ઝઘડા પછી તેમના પતિએ પોતાના ઘરમાં આગ લગાડી દીધી. ગુસ્સાની આ આગે પાડોશમાં આવેલાં 10 ઘર સુધી ફેલાઈ અને આ તમામ ઘરોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા.આગમાં આ તમામ ઘર લગભગ સંપૂર્ણપણે ખાક થઈ ગયાં છે. મઝગાંવનો રહેવાસી સંજય પાટીલનો સોમવારે બપોરે પોતાની પત્ની પલ્લવીની સાથે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે બંને વચ્ચે મારપીટ થઈ ગઈ. એ બાદ સંજય એટલો ગુસ્સે ભરાયો કે તેને પેટ્રોલ છાંટીને પોતાના જ ઘરને આગ લગાડી દીધી.