1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (17:48 IST)

Uttarakhand Rain: લેમન ટ્રી રિસોર્ટમાંથી સુરક્ષિત બચાવાયા 200 લોકો, ભારે વરસાદના કહેરથી અત્યાર સુધી 25 લોકોના મોત

Uttarakhand Rain
ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ઘણા લોકોના મોત થયા છે. રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. રાજ્યના ડીજીપી અશોક કુમારે જણાવ્યું છે કે રામનગર-રાણીખેત માર્ગ પર સ્થિત લેમન ટ્રીમાં લગભગ 200 લોકો ફસાયા હતા, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે, ડીજીપીએ કહ્યું કે ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં જુદી જુદી ઘટનાઓમાં 24-25 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે નૈનીતાલ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે.

 
ઉલ્લેખનીય છે કે  100 થી વધુ લોકોના રામનગર-રાણીખેત માર્ગ પર સ્થિત લેમન ટ્રી રિસોર્ટમાં ભારે વરસાદ પછી  ફસાયા હોવાની જાણકારી મળી હતી. કોશી નદી ભારે વરસાદને કારણે બંને કાંઠે વહી રહી હતી અને તેનું પાણી પણ રિસોર્ટમાં ભરાઈ ગયું હતું. જેના કારણે ત્યાંનો માર્ગ સંપૂર્ણપણે કપાઈ ગયો હતો. બાદમાં સુરક્ષા કર્મચારીઓએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી અને આ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે 200 લોકો ત્યાં ફસાયા હતા, જેમને બહાર કાઢવામાં આવ્યા છે.