શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (17:06 IST)

અકસ્માતમાં 4 જીવતાં ભડથું- ટ્રક અને ગેસ ટેન્કર વચ્ચે સામસામે અથડાયા

Ajmer News- અજમેર રાજસ્થાનના અજમેરમાં ગુરુવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માત ટ્રક અને ગેસ ટેન્કર વચ્ચે સામસામે અથડાવાને કારણે થયો હતો. અકસ્માત સમયે
 
રાજસ્થાનના અજમેરના નેશનલ હાઈવે-8 પર રાણીબાગ રિસોર્ટ નજીક ગુરુવારે રાત્રે 12.30 વાગે એલપીજી ભરેલું ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે નજીકનો 500 મીટરનો વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો. 
 
અકસ્માતમાં 3 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે સારવાર દરમિયાન વધુ એક ઈજાગ્રસ્ત મોતને ભેટ્યો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલી બે ટ્રક સહિત કેટલાક ટૂ-વ્હીલર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ લાગ્યા બાદ તીવ્ર ધડાકા સંભળાઈ રહ્યા હતા.