શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (13:48 IST)

બીજેપી કાર્યકર્તાઓને બોલ્યા પીએમ મોદી - દુશ્મન ઈચ્છે છે કે અમારી ગતિ રોકાય જાય, આખો દેશ જવાનો સાથે

વિપક્ષની તીખી આલોચનાઓ વચ્ચે બીજેપીએ મેરા બૂથ, સબસે મજબૂત કાર્યક્રમની શરૂઆત કરી. પીએમ નરેન્દ્ર મોદી એક કરોડથી વધુ  બીજેપી કાર્યકર્તાઓ, વાલંટિયરો અન્ય વિશિષ્ટ નાગરિકો સાથે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા વાતચીત કરી. બીજેપીનો દાવો છે કે આ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોટી વીડિયો કૉન્ફ્રેસ રહેશે. પીએમ મોદી દ્વારા કરવામાં આવેલ મોટી વાતો... 
 
-મારા દરેક કાર્યક્રતાઓને અપીલ કરી છે કે તે રાષ્ટ્ર નિર્માણના કામમાં અને મહેનત અને ઝડપથી કામ કરે. 
 
- - કૉન્ફીડેંસ મારા સ્વભાવનો એક ભાગ છે. તમાને બતાવવા માંગુ છુ કે મીડિયાની આપણે માટે એક fixed cycle છે. ચૂંટણી પહેલા મીડિયા કહે છે કે બીજેપી માટે આ પડકાર છે. પણ આપણે પણ મીડિયાને દોષ આપવા કરતા તેને પડકારના રૂપમાં સ્વીકાર કરવુ જોઈએ. 
- હુ સ્પષ્ટ કહ્યુ છે કે 2014ની ચૂંટણી દેશની જરૂરિયાતોને પૂરી કરવા માટે મળેલો જનમત હતો અને 2019ની ચૂંટણી ભારતની આકાંક્ષાઓને પૂરી કરવા માટે મળનારો જનમત હશે. 
 
- લોકતંત્રનો મૂળમંત્ર છે સત્તા અને વિપક્ષ વચ્ચે સ્વસ્થ પ્રતિસ્પર્ધા. જેનો પહેલો પાઠ આપણે પોતાની પાર્ટીની અંદર જ શીખીએ છીએ. આવા સમયે દરેક બૂથ કાર્યકર્તાઓ વચ્ચે પણ એક સ્વસ્થ પ્રતિસ્પર્ધા હોવી જોઈએ. 
 
- આજે આપણે ન્યૂ ઈંડિયા અને 21મી સદીની વાત કરી રહ્યા છીએ તો એવામાં ફર્સ્ટ ટાઈમ વોટરની ભૂમિકા મહત્વપૂર્ણ થઈ જાય છે.  તેથી આવી સ્થિતિમાં દરેક બૂથ કાર્યકર્તાઓની જવાબદારી છે કે તેઓ પોતાના બૂથના બધા First Time Voter નો સંપર્ક કરે. 
 
- આ વૈભવશાળી ન્યૂ ઈંડિયાના નિર્માણ માટે વર્તમાનમાં દેશના કોટિ-કોટી જનોના વિશ્વાસમાં જે મજબૂતી છે જે આત્મ વિશ્વસ છે.. તેને એક દોરામાં પીરોવવાનો છે. જેને આપણે ભારત માતાના ચરણોમાં અર્પિત કરી શકીએ. 
 
- આ સમયે દેશની ભાવનાઓ એક અલગ સ્તર પર છે.  દેશના વીર જવાન સીમા પર અને સીમાની પાર પણ પોતાનુ પરાક્રમ બતાવી રહ્યા છે. આખો દેશ એક છે અને આપણા જવાનોની સાથે ઉભો છે. દુનિયા આપણી ઈચ્છા શક્તિને જોઈ રહી છે. 
- બીજેપીના કાર્યકર્તાઓને આહ્વાહન કર્યુ.. આવો મળીને પ્રગતિના પથ પર ચાલીએ. હુ વૈભવશાળી ભારતની તસ્વીર જોઈ રહ્યો છુ. 
- દેશનો અભૂતપૂર્વ વિશ્વાસ જ આપણી પૂંજી છે. દોસ્તો ભારત આજે એક એવા પડાવ પર છે જ્યાથી એક પહેલા કરતા મજબૂત ભારત આપણને દેખાય રહ્યો છે અને આ માટે કોટિ કોટિ જનોના સંવાદ અને ભાગીદારીની જરૂર છે. 
- પરીક્ષા આપનારો કેટલો પણ હોશિયાર કેમ ન હોય તેને પરીક્ષાના અંતિમ દિવસોમાં વધુ મહેનત કરવી જ પડે છે. આપણા બૂથ કાર્યકર્તા આપણા નાયક છે. જો તેઓ પ્રયાસ કરશે તો નવા રાષ્ટ્રના નિર્માણ કાર્યમાં આપણે સૌ સફળ થઈ જઈશુ.