ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (09:32 IST)

મેડિકલ ટૂરિઝમ ઇન્ડેક્સ નાણાકીય વર્ષ 21માં ભારત વિશ્વના ટોચના 46 દેશોમાંથી 10મા ક્રમે

money salary
નાણાકીય વર્ષ 2022માં સેવા ક્ષેત્રમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો, જે અગાઉનાં નાણાકીય વર્ષમાં 7.8 ટકાનાં સંકોચનની તુલનામાં વર્ષ-દર-વર્ષ (YOY)માં 8.4% ની વૃદ્ધિ કરી રહ્યું છે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલાં આર્થિક સર્વેક્ષણ 2022-23માં આના પર પ્રકાશ પાડ્યો હતો. આ ઝડપી ઉછાળો સંપર્ક સઘન સેવાઓનાં પેટા-ક્ષેત્રમાં વૃદ્ધિ દ્વારા પ્રેરિત હતો, જેણે એકઠી થયેલી (પેન્ટ-અપ) માગની રજૂઆત, ગતિશીલતા નિયંત્રણો હળવા થતા અને લગભગ સાર્વત્રિક રસીકરણ કવરેજ દ્વારા સંચાલિત 16% ની ક્રમિક વૃદ્ધિ નોંધાવી હતી. નિકાસની સંભવિતતા ધરાવતી નિમ્નથી ઊંચી મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓ સુધી, આ ક્ષેત્ર રોજગારી અને વિદેશી હૂંડિયામણનું સર્જન કરવા અને ભારતની બાહ્ય સ્થિરતામાં યોગદાન આપવા માટે પર્યાપ્ત અવકાશ ધરાવે છે."
 
પ્રથમ આગોતરા અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2023માં સેવા ક્ષેત્રમાં ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ)નો વૃદ્ધિદર 9.1 ટકા રહેવાનો અંદાજ છે, જે સંપર્ક-સઘન સેવા ક્ષેત્રમાં 13.7 ટકાની વૃદ્ધિથી પ્રેરિત છે. સર્વેક્ષણમાં એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે રિટેલ ફુગાવાના એકંદરે ઘટાડાને કારણે ઇનપુટ્સ અને કાચા માલના ભાવનાં દબાણમાં પીછેહઠને પગલે પીએમઆઈ સેવાઓમાં વધારો જોવા મળ્યો હતો અને ડિસેમ્બર 2022માં 58.5 સુધી વિસ્તૃત થઈ હતી.
 
બૅન્ક ધિરાણ
આર્થિક સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે રસીકરણ કવરેજમાં સુધારો અને સેવા ક્ષેત્રમાં પુન:પ્રાપ્તિ સાથે નવેમ્બર 2022માં સેવા ક્ષેત્રને બૅન્ક ધિરાણમાં 21.3%ની વર્ષોવર્ષની વૃદ્ધિ જોવા મળી હતી, જે 46 મહિનામાં બીજા ક્રમની સૌથી વધુ હતી,. આ ક્ષેત્રની અંદર, નવેમ્બર 2022માં જથ્થાબંધ અને છૂટક વેપારમાં ધિરાણમાં અનુક્રમે 10.2% અને 21.9% નો વધારો થયો છે, જે અંતર્ગત આર્થિક પ્રવૃત્તિની તાકાતને પ્રતિબિંબિત કરે છે. સર્વેક્ષણમાં જણાવાયું છે કે, "ઊંચી બોન્ડ ઊપજને કારણે એનબીએફસી બૅન્ક ઋણ તરફ વળતા એનબીએફસીને ધિરાણમાં 32.9 ટકાનો વધારો થયો છે."
 
સેવાઓનો વેપાર
સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતની સેવાઓની નિકાસમાં સુધારો થઈ શકે છે કારણ કે અદ્યતન અર્થતંત્રોમાં ઝડપી ફુગાવો વેતનમાં વધારો કરે છે અને સ્થાનિક સોર્સિંગને ખર્ચાળ બનાવે છે, જેનાથી ભારત સહિત ઓછાં વેતન ધરાવતા દેશોમાં આઉટસોર્સિંગ માટેના માર્ગો ખુલી શકે છે. સર્વેએ નોંધ્યું હતું કે, "ભારત 2021 માં ટોચના દસ સેવા નિકાસકાર દેશોમાં સ્થાન ધરાવતું હોવાથી સેવાઓના વેપારમાં નોંધપાત્ર ખેલાડી છે."
 
એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન સેવાઓની નિકાસમાં 27.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જે ગયાં વર્ષના સમાન ગાળામાં 20.4 ટકા હતી. સેવાઓની નિકાસમાં, કોવિડ -19 મહામારી દરમિયાન તેમજ વર્તમાન ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સોફ્ટવેરની નિકાસ પ્રમાણમાં સ્થિતિસ્થાપક રહી છે, જે ડિજિટલ સપોર્ટ, ક્લાઉડ સેવાઓ અને નવા પડકારોને પહોંચી વળવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણની ઊંચી માગ દ્વારા પ્રેરિત છે.
 
સેવાઓમાં સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ)
યુએનસીટીએડીનો વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2022 ભારતને વર્ષ 2021માં ટોચના 20 યજમાન દેશોમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)નું સાતમા ક્રમનું સૌથી મોટું પ્રાપ્તિકર્તા દેશ તરીકે સ્થાન આપે છે. ભારતે અત્યાર સુધીનો સૌથી વધુ 84.8 અબજ અમેરિકન ડૉલરનો એફડીઆઇ પ્રવાહ મેળવ્યો હતો, જેમાં નાણાકીય વર્ષ 2022માં સેવા ક્ષેત્રમાં 7.1 અબજ અમેરિકન ડૉલરનો એફડીઆઇ ઇક્વિટી પ્રવાહ સામેલ છે. "રોકાણને સરળ બનાવવા માટે, સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે, જેમ કે રાષ્ટ્રીય સિંગલ-વિન્ડો સિસ્ટમનો પ્રારંભ, રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયો દ્વારા જરૂરી મંજૂરીઓ અને પરવાનગીઓ માટે વન-સ્ટોપ સોલ્યુશન."
 
પેટા-ક્ષેત્ર પ્રમાણે કામગીરી
આઇટી-બીપીએમ ઉદ્યોગ
સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે આઇટી-બીપીએમ આવકમાં નાણાકીય વર્ષ 2022 દરમિયાન 15.5 ટકાની વર્ષોવર્ષની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે નાણાકીય વર્ષ 2021માં 2.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી, જેમાં તમામ પેટા-ક્ષેત્રોમાં બે આંકડાની આવક વૃદ્ધિ જોવા મળી હતી. આઇટીબીપીએમ ક્ષેત્રની અંદર આઇટી સેવાઓ બહુમતી હિસ્સો (51 ટકાથી વધારે) ધરાવે છે. નાણાકીય વર્ષ 2021માં 1.9 ટકાની વૃદ્ધિની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022માં નિકાસ (હાર્ડવેર સહિત)માં 17.2% ની વૃદ્ધિ જોવા મળી હતી, જેનું કારણ ટેકનોલોજી પર વ્યવસાયોની વધતી નિર્ભરતા, ખર્ચ ઘટાડવાના સોદા શરૂ થવા અને મુખ્ય કામગીરીના ઉપયોગને આભારી છે. ઉદ્યોગે નાણાકીય વર્ષ 22માં સીધા કર્મચારી પૂલમાં લગભગ 10% અંદાજિત વૃદ્ધિ નોંધાવી હતી, જે તેના કર્મચારીઓના આધારમાં અત્યાર સુધીનો સૌથી વધુ ચોખ્ખો ઉમેરો હતો. સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, "ભારતનાં વિશાળ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ટેકનોલોજીના સ્વીકારને આગળ ધપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે, જેમાં જાહેર ડિજિટલ પ્લેટફોર્મ્સ ભારતના ડિજિટલ લાભનો પાયો બની ગયાં છે."
 
ઈ-કૉમર્સ
વર્લ્ડપે એફઆઇએસના ગ્લોબલ પેમેન્ટ્સ રિપોર્ટ અનુસાર, ભારતનું ઇ-કોમર્સ માર્કેટ પ્રભાવશાળી લાભ નોંધાવશે અને 2025 સુધીમાં વાર્ષિક ધોરણે 18 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ છે. ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)એ નાણાકીય વર્ષ 2022ની અંદર રૂ.1 લાખ કરોડની વાર્ષિક ખરીદી હાંસલ કરી હતી, જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ 160 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઇ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે હાથ ધરેલી વિવિધ પહેલ, જેમાં ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ, યુપીઆઇ, વન ડિસ્ટ્રિક્ટ- વન પ્રોડક્ટ (ઓડીઓપી) પહેલ, ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક (ઓએનડીસી) વગેરે સામેલ છે, જે તાજેતરનાં વર્ષોમાં ઇ-કોમર્સની વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ યોગદાનકર્તા પરિબળો છે.
 
પ્રવાસન અને હોટલ ઉદ્યોગ
સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે મુસાફરી પરનાં નિયંત્રણો અને આરોગ્યની ચિંતાઓ ઓછી થવાને કારણે, પર્યટન સંપર્ક-સઘન પ્રવૃત્તિમાં મજબૂત ઉછાળાનું એક મહત્વપૂર્ણ ચાલકબળ બની ગયું છે. એપ્રિલથી નવેમ્બર 2022ની વચ્ચે દેશમાં સમગ્ર વિમાનની અવરજવરમાં 52.9%નો વધારો થયો છે કારણ કે ભારતે 2021-22ના અંત સુધીમાં સંપૂર્ણ ક્ષમતા સાથે તમામ નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી. મહામારીના ઘટાડા સાથે, ભારતનાં પર્યટન ક્ષેત્રમાં પણ પુનરુત્થાનના સંકેતો દેખાઈ રહ્યા છે. મેડિકલ ટૂરિઝમ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ ટૂરિઝમ ઇન્ડેક્સ નાણાકીય વર્ષ 21માં ભારત વિશ્વના ટોચના 46 દેશોમાંથી 10મા ક્રમે છે. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે, "તબીબી સારવાર માટે ભારતની મુલાકાત લેવા ઇચ્છતા પ્રવાસીઓ માટે આયુષ વિઝા, સસ્ટેઇનેબલ ટૂરિઝમ એન્ડ રિસ્પોન્સિબલ ટ્રાવેલર અભિયાન માટે રાષ્ટ્રીય વ્યૂહરચનાનો પ્રારંભ, સ્વદેશ દર્શન 2.0 યોજનાની શરૂઆત અને હિલ ઇન ઈન્ડિયા જેવી તાજેતરની પહેલ વૈશ્વિક તબીબી પર્યટન બજારનો મોટો હિસ્સો મેળવવામાં મદદ કરી શકે છે."
 
રિઅલ એસ્ટેટ
આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે હોમ લોન પર વ્યાજના દરમાં વધારો અને સંપત્તિના ભાવમાં વધારો જેવા વર્તમાન અવરોધો છતાં, આ ક્ષેત્રમાં ચાલુ વર્ષમાં સ્થિતિસ્થાપક વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં આવાસોનું વેચાણ અને નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિકમાં નવાં મકાનોની શરૂઆત નાણાકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિકના મહામારી પહેલાનાં સ્તરને વટાવી ગઈ છે. સર્વેમાં જણાવાયું છે કે, "સ્ટીલ ઉત્પાદનો, આયર્ન ઓર અને સ્ટીલ ઇન્ટરમીડિયરીઝ પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવા જેવા તાજેતરનાં સરકારી પગલાં, બાંધકામ ખર્ચને ઓછો કરશે અને મકાનોના ભાવમાં થયેલા વધારાને રોકવામાં મદદ કરશે." "જેએલએલના 2022ના ગ્લોબલ રિઅલ એસ્ટેટ ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સ મુજબ, ભારતની રિયલ એસ્ટેટ માર્કેટ પારદર્શિતા વૈશ્વિક સ્તરે સૌથી વધુ સુધારેલા ટોચના દસ બજારોમાંની એક છે. સર્વેક્ષણમાં જણાવાયું છે કે મૉડલ ભાડૂઆત અધિનિયમ અને ધરાણી અને મહા રેરા પ્લેટફોર્મ મારફતે જમીન રજિસ્ટ્રીઝ અને માર્કેટ ડેટાના ડિજિટાઇઝેશન જેવી નિયમનકારી પહેલથી બજારને વિસ્તૃત કરવામાં અને આ ક્ષેત્રમાં વધુ ઔપચારિકરણ લાવવામાં મદદ મળી છે.
 
ડિજીટલ નાણાકીય સેવાઓ
આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું હતું કે ઉભરતી ટેકનોલોજી અને નવીન ઉકેલો દ્વારા સક્ષમ ડિજિટલ નાણાકીય સેવાઓ નાણાકીય સર્વસમાવેશકતાને વેગ આપી રહી છે, સુલભતાનું લોકશાહીકરણ કરી રહી છે અને ઉત્પાદનોનાં વૈયક્તિકરણને પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરના ગ્લોબલ ફિનટેક એડોપ્શન ઇન્ડેક્સ મુજબ, 87 ટકાના ફિનટેક સ્વીકાર દર સાથે ભારતે આગેવાની લીધી છે, જે વૈશ્વિક સરેરાશ 64 ટકા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. સર્વેક્ષણમાં જણાવાયું છે કે નિયોબૅન્ક્સે એમએસએમઇ અને અન્ડરબેંક્ડ ગ્રાહકો અને વિસ્તારોમાં નાણાકીય સેવાઓની પહોંચ પૂરી પાડી છે અને ઉપલબ્ધતાને સરળ બનાવી છે. સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ની રજૂઆતથી ડિજિટલ નાણાકીય સેવાઓને પણ નોંધપાત્ર વેગ મળશે. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, "દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન ડિજિટલ નાણાકીય સેવાઓને વધુ વેગ આપવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે."
 
આઉટલુક
સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે, છેલ્લાં 2 નાણાકીય વર્ષ દરમિયાન ભારતની સેવા ક્ષેત્રની વૃદ્ધિ, જે અત્યંત અસ્થિર અને નાજુક હતી, તેણે નાણાકીય વર્ષ 2023માં સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. પર્યટન, હોટેલ, રિયલ એસ્ટેટ, આઇટી-બીપીએમ, ઇ-કોમર્સ વગેરે જેવાં વિવિધ પેટા-ક્ષેત્રોની સુધારેલી કામગીરી સાથે સંભાવનાઓ ઉજ્જવળ દેખાઈ રહી છે. "નુકસાનનું જોખમ, જો કે, બાહ્ય બહિર્જાત પરિબળો અને અદ્યતન અર્થતંત્રોમાં અસ્પષ્ટ આર્થિક દૃષ્ટિકોણમાં રહેલું છે, જે વેપાર અને અન્ય જોડાણો દ્વારા સેવા ક્ષેત્રની વૃદ્ધિની સંભાવનાઓને અસર કરે છે,", એમ સર્વેક્ષણમાં જણાવાયું છે.