શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2023
Written By
Last Updated : બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (09:20 IST)

ભારતીય અર્થતંત્રમાં મેક્રોઇકોનોમિક અને વૃદ્ધિના પડકારો

નાણાકીય વર્ષ 21માં નોંધપાત્ર જીડીપી સંકોચનમાં જોવા મળેલા મહામારીની બે લહેરની અસર પછી, ઓમિક્રોનની ત્રીજી તરંગમાં વાયરસથી ઝડપી રિકવરીએ 2022ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આર્થિક ઉત્પાદનનાં નુકસાનને ઘટાડવામાં ફાળો આપ્યો હતો. પરિણામે, નાણાકીય વર્ષ 2022માં ઉત્પાદન નાણાકીય વર્ષ 2020માં મહામારી પહેલાનાં સ્તરને વટાવી ગયું હતું, જેમાં ભારતીય અર્થતંત્ર ઘણા દેશો કરતા આગળ સંપૂર્ણ રિકવરી નોંધાવી રહ્યું છે. જો કે, યુરોપમાં સંઘર્ષને કારણે નાણાકીય વર્ષ 23માં આર્થિક વૃદ્ધિ અને ફુગાવા માટેની અપેક્ષાઓમાં સુધારો કરવાની જરૂર પડી હતી. જાન્યુઆરી 2022માં દેશનો રિટેલ ફુગાવો આરબીઆઈની સહિષ્ણુતાની સીમાથી ઉપર ગયો હતો અને નવેમ્બર 2022માં 6 ટકાની લક્ષ્યાંક રેન્જના ઉપલા છેડે પાછા ફરતા પહેલા તે દસ મહિના સુધી લક્ષ્ય રેન્જથી ઉપર રહ્યો હતો.
 
તે કહે છે કે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ સંઘર્ષ પૂર્વેનાં સ્તરોની તુલનામાં તે હજી પણ વધારે છે અને તેણે સીએડીને વધુ પહોળી કરી છે, જે ભારતના વિકાસની ગતિથી પહેલેથી જ વિસ્તૃત છે. નાણાકીય વર્ષ 23 માટે, ભારત પાસે સીએડીને ફાઇનાન્સ કરવા અને ભારતીય રૂપિયામાં અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કરવા માટે પૂરતા પ્રમાણમાં ફોરેક્સ રિઝર્વ છે.
 
આઉટલુક: 2023-24
 
2023-24 માટે આઉટલુક પર ધ્યાન આપતા, સર્વેક્ષણ કહે છે, મહામારીમાંથી ભારતની પુન:પ્રાપ્તિ પ્રમાણમાં ઝડપી હતી, અને આગામી વર્ષમાં વૃદ્ધિને નક્કર સ્થાનિક માગ અને મૂડી રોકાણમાં તેજી દ્વારા ટેકો મળશે. તે કહે છે કે તંદુરસ્ત નાણાકીય બાબતો, નવાં ખાનગી ક્ષેત્રનાં મૂડી નિર્માણ ચક્રના પ્રારંભિક સંકેતો દૃશ્યમાન છે અને વધુ મહત્ત્વની વાત એ છે કે, મૂડી ખર્ચમાં ખાનગી ક્ષેત્રની સાવચેતીને સરભર કરતા, સરકારે મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
 
નાણાકીય વર્ષ 2016થી નાણાકીય વર્ષ 23 સુધીમાં છેલ્લાં સાત વર્ષમાં અંદાજપત્રીય મૂડી ખર્ચમાં 2.7 ગણો વધારો થયો છે, જેણે કેપેક્સ ચક્રને ફરીથી મજબૂત બનાવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રજૂઆત અને ઇન્સોલ્વન્સી એન્ડ બૅકરપ્સી કોડ જેવા માળખાકીય સુધારાઓએ અર્થતંત્રની કાર્યક્ષમતા અને પારદર્શિતામાં વધારો કર્યો છે અને નાણાકીય શિસ્ત અને વધુ સારા પાલનની ખાતરી આપી છે, એમ સર્વેમાં ઉમેરવામાં આવ્યું હતું.
 
આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, ઑક્ટોબર 2022 મુજબ વૈશ્વિક વૃદ્ધિ દર 2022માં 3.2 ટકાથી ઘટીને 2023માં 2.7 ટકા થવાનો અંદાજ છે. વધેલી અનિશ્ચિતતા સાથે આર્થિક ઉત્પાદનમાં ધીમી વૃદ્ધિ વેપારની વૃદ્ધિને હતોત્સાહ કરશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક વેપારમાં વૃદ્ધિ માટેનાં નીચાં અનુમાનમાં આ જોવામાં આવ્યું છે, જે 2022માં 3.5 ટકાથી 2023માં 1.0 ટકા છે.
 
બાહ્ય મોરચે, ચાલુ ખાતાનાં સંતુલન માટેનાં જોખમો બહુવિધ સ્ત્રોતોમાંથી ઉદ્‌ભવે છે. કોમોડિટીના ભાવ વિક્રમી ઊંચાઇએથી પીછેહઠ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ સંઘર્ષ પૂર્વેનાં સ્તરથી ઉપર છે. કોમોડિટીના ઊંચા ભાવો વચ્ચે મજબૂત સ્થાનિક માગ ભારતના કુલ આયાત બિલમાં વધારો કરશે અને ચાલુ ખાતાનાં સંતુલનમાં બિનતરફેણકારી ઘટનાઓમાં ફાળો આપશે. વૈશ્વિક માગમાં ઘટાડો થવાને કારણે નિકાસ વૃદ્ધિને ઉચ્ચ સ્તરથી વધારી શકાય છે. જો ચાલુ ખાતાની ખાધ વધુ વધશે તો ચલણ ઘસારાનાં દબાણ હેઠળ આવી શકે છે.
 
સંવર્ધિત ફુગાવો ટાઇટનિંગ-ચુસ્તતાનાં ચક્રને લંબાવી શકે છે, અને તેથી, ઉધાર ખર્ચ 'લાંબા સમય સુધી ઊંચો' રહી શકે છે. આવી સ્થિતિમાં, નાણાકીય વર્ષ 24માં નીચો વિકાસ એ વૈશ્વિક અર્થતંત્રની લાક્ષણિકતા હોઈ શકે છે. જો કે, નબળી વૈશ્વિક વૃદ્ધિનું દૃશ્ય બે રૂપેરી કોર રજૂ કરે છે – ઓઇલના ભાવ નીચા રહેશે, અને ભારતનો સીએડી હાલના અંદાજ કરતા વધુ સારો રહેશે. એકંદરે બાહ્ય પરિસ્થિતિ સંભાળી શકાય એવી રહેશે.