સોમવાર, 18 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2023
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (08:55 IST)

ભારતની સર્વસમાવેશક વૃદ્ધિ, ચાલુ નાણાકીય વર્ષમાં રોજગારીનું સ્તર વધ્યું

સર્વેક્ષણમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે વિકાસ રોજગારીનું સર્જન કરે છે ત્યારે તે સર્વસમાવેશક હોય છે. સત્તાવાર અને બિનસત્તાવાર બંને સ્ત્રોતો એ વાતની પુષ્ટિ કરે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રોજગારીનું સ્તર વધ્યું છે, કારણ કે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) દર્શાવે છે કે 15 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે શહેરી બેરોજગારીનો દર સપ્ટેમ્બર 2021માં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં 9.8 ટકાથી ઘટીને એક વર્ષ પછી (સપ્ટેમ્બર 2022માં પૂરા થતા ત્રિમાસિક ગાળા) 7.2 ટકા થઈ ગયો છે. આની સાથે જ શ્રમ બળ ભાગીદારી દર (એલએફપીઆર)માં પણ સુધારો થયો છે, જે નાણાકીય વર્ષ 23ની શરૂઆતમાં મહામારી-પ્રેરિત મંદીમાંથી અર્થતંત્રના ઉદ્‌ભવની પુષ્ટિ કરે છે.
 
નાણાકીય વર્ષ 21માં, સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરંટી યોજનાની જાહેરાત કરી હતી, જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નાણાકીય તંગીથી બચાવવામાં સફળ રહી હતી. તાજેતરના સિબિલ- સીઆઇબીઆઇએલ અહેવાલ (ઇસીએલજીએસ ઇનસાઇટ્સ, ઑગસ્ટ 2022)એ દર્શાવ્યું હતું કે આ યોજનાએ એમએસએમઇને કોવિડ શૉકનો સામનો કરવામાં ટેકો આપ્યો છે, જેમાં ઇસીએલજીએસનો લાભ લેનારા 83 ટકા ઋણધારકો માઇક્રો-એન્ટરપ્રાઇઝ છે. આ સૂક્ષ્મ એકમોમાં, અડધાથી વધુમાં એકંદરે રૂ.10 લાખથી ઓછું એક્સપોઝર હતું.
 
તદુપરાંત, સિબિલ ડેટા એ પણ દર્શાવે છે કે ઇસીએલજીએસ (ECLGS) ધિરાણ લેનારાઓ ઇસીએલજીએસ (ECLGS) માટે લાયક હોય તેવા પરંતુ તેમણે તેનો લાભ લીધો ન હતો એવા સાહસો કરતા ઓછો નોન-પરફોર્મિંગ એસેટ રેટ ધરાવતા હતા,. વધુમાં, નાણાકીય વર્ષ 2021માં ઘટાડા પછી એમએસએમઇ દ્વારા ચૂકવવામાં આવતો જીએસટી ત્યારથી વધી રહ્યો છે અને હવે તે નાણાકીય વર્ષ 2020નાં મહામારી પૂર્વેનાં સ્તરને પાર કરી ગયો છે, જે નાના ઉદ્યોગોની નાણાકીય સ્થિતિસ્થાપકતા અને એમએસએમઇ પ્રત્યે લક્ષ્યાંકિત સરકારના આગોતરા હસ્તક્ષેપની અસરકારકતાને પ્રતિબિંબિત કરે છે.
 
તદુપરાંત, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના અન્ય કોઈ પણ વર્ગની તુલનામાં "વ્યક્તિગત જમીન પરનાં કામો"ના સંદર્ભમાં ઝડપથી વધુ સંપત્તિનું સર્જન કરી રહી છે. આ ઉપરાંત પીએમ-કિસાન જેવી યોજનાઓ, જે અડધી ગ્રામીણ વસતિને આવરી લેતા કુટુંબોને લાભ આપે છે, અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ દેશમાં ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
 
જુલાઈ 2022ના યુએનડીપીના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં તાજેતરના ફુગાવાના પ્રકરણની સારી રીતે લક્ષિત સમર્થનને કારણે ગરીબીને ઓછી અસર થશે. આ ઉપરાંત, ભારતમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ) નાણાકીય વર્ષ 2016થી નાણાકીય વર્ષ 2020 સુધીમાં ગ્રામીણ કલ્યાણ સૂચકાંકોમાં સુધારો દર્શાવે છે, જેમાં લિંગ, પ્રજનન દર, ઘરગથ્થુ સુવિધાઓ અને મહિલા સશક્તીકરણ જેવાં પાસાંઓને આવરી લેવામાં આવ્યાં છે.
 
અત્યાર સુધી, ભારતે તેની આર્થિક સ્થિતિસ્થાપકતામાં દેશની માન્યતાને મજબૂત કરી છે કારણ કે તેણે આ પ્રક્રિયામાં વૃદ્ધિની ગતિ ગુમાવ્યા વિના રશિયન-યુક્રેન સંઘર્ષને કારણે થતાં બાહ્ય અસંતુલનને ઘટાડવાના પડકારનો સામનો કર્યો છે. ભારતના શેર બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ઉપાડથી પરેશાન થયા વિના નાણાકીય વર્ષ 22માં સકારાત્મક વળતર મળ્યું હતું. કેટલાક અદ્યતન રાષ્ટ્રો અને પ્રદેશોની તુલનામાં ભારતનો ફુગાવાનો દર તેની સહિષ્ણુતાની સીમાથી બહુ ઉપર ગયો ન હતો.
 
પીપીપીની દ્રષ્ટિએ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે અને બજાર વિનિમય દરોમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. આ કદનાં રાષ્ટ્રની અપેક્ષા મુજબ, નાણાકીય વર્ષ 23માં ભારતીય અર્થતંત્રએ જે ગુમાવ્યું હતું તેને લગભગ "ફરીથી ભરપાઈ" કરી દીધું છે, જે અટકી ગયું હતું તેને "નવીકરણ" કર્યું છે, અને મહામારી દરમિયાન અને યુરોપમાં સંઘર્ષ પછી જે ધીમું પડ્યું હતું તેને "ફરીથી સક્રિય" કર્યું છે.
 
વૈશ્વિક અર્થતંત્ર પડકારોના અનન્ય સમૂહમાંથી પસાર થઈને લડે છે
આ સર્વેક્ષણમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા દ્વારા સામનો કરવામાં આવતા છ પડકારો વિશે જણાવવામાં આવ્યું છે. અર્થતંત્રોમાં કોવિડ-19 સંબંધિત વિક્ષેપો, રશિયન-યુક્રેન સંઘર્ષ અને તેની વિપરીત અસર જેવા ત્રણ પડકારો, જેમાં સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, મુખ્યત્વે ખાદ્ય, ઇંધણ અને ખાતરનો સમાવેશ થાય છે અને ફેડરલ રિઝર્વની આગેવાની હેઠળની અર્થવ્યવસ્થાઓમાં સેન્ટ્રલ બૅન્કો ફુગાવાને અંકુશમાં લેવા માટે સુસંગત નીતિગત દર વધારા સાથે પ્રતિક્રિયા આપે છે, જે યુએસ ડોલરની વૃદ્ધિ તરફ દોરી જાય છે અને ચોખ્ખી આયાત કરતી અર્થવ્યવસ્થાઓમાં ચાલુ ખાતાની ખાધ (સીએડી) વિસ્તૃત થાય છે. 
 
ચોથો પડકાર વૈશ્વિક સ્ટેગ્ફ્લેશનની સંભાવનાઓનો સામનો કરી રહ્યો હતો ત્યારે ઉભરી આવ્યો, રાષ્ટ્રો, તેમની સંબંધિત આર્થિક જગ્યાને સુરક્ષિત રાખવાની ફરજ પડી હતી, આમ સરહદ પારનો વેપાર ધીમો પડ્યો હતો જે એકંદર વિકાસને અસર કરે છે. તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, આ બધાની સાથે ચીનને તેની નીતિઓ દ્વારા પ્રેરિત નોંધપાત્ર મંદીનો અનુભવ થયો હોવાથી પાંચમો પડકાર તીવ્ર બની રહ્યો હતો. વૃદ્ધિ માટે છઠ્ઠો મધ્યમ ગાળાનો પડકાર મહામારીથી ઘાને લીધે શિક્ષણ અને આવક-કમાણીની તકોનાં નુકસાનને કારણે જોવા મળ્યો હતો.
 
સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે બાકીનાં વિશ્વની જેમ ભારતે પણ આ અસાધારણ પડકારોનો સામનો કર્યો હતો, પરંતુ મોટા ભાગનાં અર્થતંત્રો કરતાં તેનો વધુ સારી રીતે સામનો કર્યો હતો.
 
છેલ્લા અગિયાર મહિનામાં, વિશ્વનાં અર્થતંત્રએ બે વર્ષમાં રોગચાળાને કારણે જેટલા વિક્ષેપોનો સામનો કરવો પડ્યો છે તેટલો જ વિક્ષેપોનો સામનો કરવો પડ્યો છે. આ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, ખાતરો અને ઘઉં જેવી મહત્ત્વની ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા હતા. તેણે ફુગાવાનાં દબાણને મજબૂત બનાવ્યું હતું જે વૈશ્વિક આર્થિક પુન:પ્રાપ્તિએ શરૂ કર્યું હતું, જેને 2020માં ઉત્પાદન સંકોચનને મર્યાદિત કરવા માટે હાથ ધરવામાં આવેલી મોટા પાયે નાણાકીય ઉત્તેજના અને અતિ-અનુકૂળ નાણાકીય નીતિઓ દ્વારા ટેકો મળ્યો હતો. ફુગાવો ઇન એડવાન્સ્ડ ઇકોનોમીઝ (એઇ), જે મોટા ભાગના વૈશ્વિક રાજકોષીય વિસ્તરણ અને નાણાકીય સરળતા માટે જવાબદાર છે, તેણે ઐતિહાસિક ટોચનો ભંગ કર્યો છે. કોમોડિટીના વધતા જતા ભાવોને કારણે ઇમર્જિંગ માર્કેટ ઇકોનોમીઝ (ઇએમઇ)માં પણ ફુગાવો ઊંચો હતો, જે અન્યથા તેમની સરકારોએ 2020માં ઉત્પાદનના સંકોચનને પહોંચી વળવા માટે સમજી વિચારીને નાણાકીય ઉત્તેજના હાથ ધરવાને કારણે નીચા ફુગાવાનાં ક્ષેત્રમાં હતા.
 
સર્વેક્ષણ એ બાબત પર ભાર મૂકે છે કે ફુગાવો અને નાણાકીય કડકાઈને કારણે અર્થતંત્રોમાં બોન્ડની ઉપજમાં વધારો થયો હતો અને તેનાં પરિણામે વિશ્વભરનાં મોટાં ભાગનાં અર્થતંત્રોમાંથી ઇક્વિટી મૂડીનો પ્રવાહ અમેરિકાના પરંપરાગત રીતે સલામત-આશ્રયસ્થાન બજારમાં આવ્યો હતો. ત્યારબાદ મૂડી ઉડાનને પગલે અન્ય ચલણો સામે અમેરિકન ડૉલરમાં મજબૂતી આવી હતી - યુએસ ડૉલર ઇન્ડેક્સ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022ની વચ્ચે 16.1 ટકા મજબૂત થયો હતો. અન્ય ચલણોનાં પરિણામે અવમૂલ્યન સીએડીને વિસ્તૃત કરી રહ્યું છે અને ચોખ્ખી આયાત કરતી અર્થવ્યવસ્થાઓમાં ફુગાવાનાં દબાણમાં વધારો કરી રહ્યું છે.