મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 મે 2019 (10:52 IST)

બાલાકોટ સ્ટ્રાઈકના એક મહિના પછી ISRO ને મળી મોટી સફળતા, વાદળ છવાયેલા હશે છતા સેટેલાઇટ ‘RISAT-2 B’ દ્વારા અંતરિક્ષમાંથી પૃથ્વી પર રહેશે નજર

બાલાકોટ એયર સ્ટ્રાઈકના એક મહિના પછી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ બુધવાર લૉન્ચ વ્હીકલ પીએસએલવી-સી46 પરથી પૃથ્વી પર નજર રાખનારા રડાર ઈમેજિંગ ઉપગ્રહ RISAT-2 Bનુ સફળ પ્રક્ષેપણ કરી એકવાર ફરી મોટી સફળતા મેળવી છે. 
 
ઈસરોના સૂત્રો મુજબ ઉપગ્રહનુ પ્રક્ષેપણ અહીથી લગભગ 80 કિલોમીટર દૂર શ્રીહરિકોટાથી બુધવારે સવારે પાંચ વાગીને 30 મિનિટ પર ફર્સ્ટ લોંચ પૈડ દ્વારા કરવામાં આવ્યુ. ત્રણ સો કિલોગ્રામ આરઆઈએસએટી-2બી (રિસેટ-2બી)ઈસરોના આરાઅઈએસટી કાર્યક્રમનુ ચોથુ ચરણ છે અને તેનો ઉપયોગ રણનીતિક નજર અને વિપદા પ્રબંઘન માટે કરવામાં આવશે. આ ઉપગ્રહ એક સક્રિય એસઆર (સિંથેટિક અર્પચર રડાર)થી યુક્ત છે. 
 
વાદળ છવાયેલા રહેવા કે અંધારામાં રેગુલર રિમોટ-સેંસિગ કે ઑપ્ટિકલ ઈમેજિંગ ઉપગ્રહ પૃથ્વી પર છિપાયેલ વસ્તુઓની જણ નથી થતી. જ્યારે કે એક સક્રિય સેંસર એસએઆરથી લૈસ આ ઉપગ્રહ દિવસ હોય કે રાત, વરસાદ કે વાદળ છવાયેલા રહેવા દરમિયાન પણ અંતરિક્ષ પરથી એક વિશેષ રીતે પૃથ્વી પર નજર રાખી શકે છે. બધી ઋતુમાં કામ કરનારા આ ઉપગ્રહની આ વિશેષતા તેને સુરક્ષા બળ અને વિપદા રાહત એજંસીઓ માટે વિશેષ બનાવે છે. 
 
ઈસરોના અધ્યક્ષ ડૉ. કે. શિવને બુઘવારે કહ્યુ કે લોંચ વ્હીકલ પીએસએલવી-સી46 થી સફળતાપૂર્ણ  લોંચિંગ પૃથ્વી પર નજર રાખનારા રડાર ઈમેજિંગ ઉપગ્રહ રિસેટ-2 બીમાં અનેક વિશેષતાઓ છે. 
 
SROના જણાવ્યા મુજબ, વાદળ હોવાના કારણે રેગ્યુલર રિમોટ સેન્સિંગ કે ઓપ્ટિકલ ઈમેજિંગ સેટેલાઇટ ધરતી પર થઈ રહેલી નાની ગતિવિધિઓની યોગ્ય સ્થિતિ નથી જોઈ શકતા. સિન્થેટિક અપર્ચર રડાર (SAR)આ ખામીને દૂર કરશે. તેની મદદથી ઘેરા વાદળ છવાયેલાં હોય કે જોરદાર વરસાદ પડી રહ્યો હોય કે પછી રાતનું અંધારું હોય, તે સાચી તસવીર જાહેર કરશે. તેનાથી ડિઝાસ્ટરના સમયે રાહત પહોંચાડવી અને સુરક્ષાદળોને દુશ્મનોના ઠેકાણાઓની સાચી જાણકારી મેળવવામાં સરળતા રહેશે.
 
ઇસરોના પ્રમુખ શિવને સેટેલાઇટના સફળ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મને એ માહિતી આપતા ખૂબ જ ખુશી છે કે પીએસએલવી46નું લોન્ચ સફળ રહ્યું. આ મોટી ઉપલબ્ધિ છે. તેમણે આ મિશનમાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા