મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 20 જાન્યુઆરી 2018 (10:19 IST)

પહેલાથી જ નક્કી હતુ આનંદીબેનનું રાજ્યપાલ બનવુ, નિમણૂંકના પાછળ અનેક રાજનીતિક પરિબળો

આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવવાનો નિર્ણય ખૂબ પહેલા જ થઈ ગયો હતો. પણ ગુજરાત ચૂંટણીને કારણે તેના પર અમલ કરવામાં આવ્યો નહી. ગુજરાતમાં પટેલ આંદોલનને કારણે ભાજપાને આનંદીબેન પટેલ જેવા મોટા પાટીદાર નેતાની જરૂર હતી જેના કારણે તેમને ચૂંટણી સુધી ત્યા જ રહેવા દેવામાં આવ્યા. 
 
ભાજપા નેતૃત્વ ગુજરાતના પાટીદાર સમાજ સુધી આ સંદેશ પહોંચી ચુક્યો હતો કે આનંદીબેન પુનર્વાસ રાજ્યપાલના રૂપમાં થશે.  એ જ કારણ છે કે આનંદીબેને પોતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. તેમને રાજ્યપાલ બનાવીને ભાજપાએ એક તીર પર બે નિશાન સાધ્યા છે. એક તો ગુજરાતના પટેલ સમુહને આ વિશ્વાસ આપવ્યો છે કે પાર્ટી આનંદીબેન અને સમુહ સાથે અન્યાય નથી કરી રહી અને બીજો મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં પટેલ આંદોલનને આ નિમણૂંકથી મજબૂત થતા રોકવુ. 
 
જો કે રાજ્યપાલની નિમણૂક ચૂંટણી શક્યતાઓ પર સીધી અસર નાખતી નથી પણ સંદેશ આપવાનુ કામ જરૂર કરે છે. મધ્યપ્રદેશમાં અનંદીબેન ભાજપાની ત્રીજી રાજ્યપાલ બનશે. આ પહેલા અટલ બિહારી વાજપેયી સરકારમાં ભાઈ મહાવીર અને રામપ્રકાશ અગ્રવાલ રાજ્યપાલ રહી ચુક્યા છે. તેઓ સરલા ગ્રેવાલ પછી પ્રદેશના રાજભવનમાં બીજી મહિલા રાજ્યપાલ બનશે.