સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (11:52 IST)

ચીનની લેવાલી વધતા ગેસના ભાવમાં ભડકો થતાં ગુજરાતના ઉદ્યોગોને અસર

ચીનના કોલસા આધારિત ઉદ્યોગોને કારણે પ્રદુષણ વધી જતાં તેણે કોલસાને બદલે કુદરતી ગેસનો ઉદ્યોગમાં વપરાશ વધારી દેતા તથા યુરોપના દેશોમાં ઠંડીની મોસમમાં આવાસને હુંફાળું રાખવા માટે ગેસનો વપરાશ વધી જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવમાં ૮૦થી ૧૦૦ ટકાનો વધારો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા આ વધારાની અસર હેઠળ ગુજરાતના ૪૦૦૦ અને નેચરલ ગેસનો વપરાશ કરતાં દેશના હજારો ગેસની કિંમત વધારાનો બોજ આવ્યો છે.

તેથી તેમના ઉત્પાદન કિંમતમાં એકાએક વધારો થઈ ગયો છે. ગેસના બજારના જાણકારોનું કહેવું છે કે છેલ્લા ૪૦થી ૬૦ દિવસથી જ યુરોપના અને પશ્ચિમના દેશોમાં ઠંડીનો પ્રભાવ વધતા નેચરલ ગેસની ડીમાન્ડ વધી છે. તેની સાથે જ કોલસાનો વપરાશ બંધ કરીને નેચરલગેસના વપરાશ ભણી વળેલી ચીનની ડીમાન્ડ પણ ખાસ્સી વધી ગઈ છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસનો ભાવ ૫૦ દિવસમાં જ ૫.૫ અમેરિકી ડૉલરથી વધુને ૧૧ અમેરિકી ડોલરને વટાવી ગયો છે. ભારતની નેચરલ ગેસની દૈનિક જરૃરિયાત ૧૨૦થી ૧૩૦ એમએમએસસીએમ એટલે કે મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરની છે. તેની સામે દેશનું ઉત્પાદન નજીવું છે. દેશના ઉત્પાદિત થતો ગેસ બહુધા દેશમાં રાસાયણિક ખાતર બનાવતા એકમોને આપી દેવામાં આવે છે. નાના ઉદ્યોગો માટે તો વિદેશથી જ નેચરલ ગેસ લાવવો પડી રહ્યો છે. આ આયાત અંદાજે ૫૦ જેટલી એમએમએસસીએમની છે. આયાતી ગેસના ભાવ વધ્યા હોવાથી તેના ભાવ વધારવાની ફરજ પડી રહી છે. તેની અસર હેઠળ નાના ઉદ્યોગોના જુદા જુદા ઉત્પાદનોની પડતર કિંમતમાં વધારો આવી ગયો છે. તેની સીધી અસર તેમના નફા પર પડી રહી હોવાથી ઉદ્યોગોને વિરોધ છે. સિરામિક ઉદ્યોગના જાણકારનું જ કહેવું છે કે આ ભાવ વધારાને કારણે ેતમની પડતર કિંમતમાં માત્ર બેથી ત્રણ ટકાનો તફાવત આવી રહ્યો છે. તેથી આ અંગે મચાવવામાં આવતી બૂમરાણ બહુ અર્થપૂર્ણ નથી.