મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (12:21 IST)

કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી, કપાસ સહિતના પાકને નુકસાન

ઓખી વાવાઝોડાને કારણે  ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકસાન પહોંચવાની ચિંતા છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યૂનિવર્સિટીના ડોં. આર.કે.મથુકિયાએ જણાવ્યું હતું કે, આ વાતાવરણના કારણે સૌરાષ્ટ્રમાં જીરા અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે. આ પાકની વાવણી એક મહિના પહેલા જ કરવામાં આવી છે અને તેની લણણી માટે પણ હજી એક મહિનાની વાર છે. કમોસમી વરસાદ ઘઉં અને ચણાની વાવણી માટે મદદરુપ સાબિત થશે. અન્ય પાકોની વાવણી થઈ ગઈ છે, માટે બની શકે કે આ વાતાવરણને કારણે તેમાં ઉપદ્રવ થાય. અને જીરામાં આ શક્યતા ઘણી વધારે છે.

ભરૂચમાં કપાસના પાકની લણણી કરવાની હજી બાકી છે અને આ વરસાદને કારણે તેની ગુણવત્તામાં ચોક્કસપણે ફરક જોવા મળશે. વરસાદને કારણે કપાસ પીળો પડી જાય છે. ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ છે. ખેડૂતોને ચિંતા છે કે વાવાઝોડાને કારણે ફૂંકાતા ભારે પવન અને વરસાદને કારણે તેમના પાકને નુકસાન થઈ શકે છે. જો કે આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ખાંડના પાકને ફાયદો થસે. કારેલા, દૂધી, જેવા પાકને નુકસાન થઈ શકે છે. આ સિવાય ટામેટા, મરચાં, રિંગણ વગેરેના પાકને પણ અસર થશે. વરસાદ કેટલો અને કેવો પડે છે તેના પરથી નક્કી થશે કે પાકને કેટલું નુકસાન થશે.