રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 4 ડિસેમ્બર 2017 (17:45 IST)

India Vs SL - ત્રીજા ટેસ્ટના ત્રીજા દિવસની highlights : શ્રીલંકાએ બનાવ્યા 356/9

ત્રીજા દિવસની રમત પૂરી 
શ્રીલંકા - 356/9, 130 ઓઅરમાં (દિનેશ ચંડીમલ 147, લક્ષણ્ણ સંદાકન 00) 
ભારત - 536 રન. સાત વિકેટ પર પોતાનો દાવ ડિકલેર કર્યો 
શ્રીલંકા હજુ પણ ભારત કરતા 180 રન પાછળ છે જ્યારે કે તેની પાસે ફક્ત એક જ વિકેટ બાકી છે. 

ટીમ ઇન્ડિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રીલંકાએ ચાર વિકેટના નુકસાન પર 305 રન બનાવી લીધા હતા. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુઝે 111 અને ચંદિમલે 107 રન બનાવી લીધા છે. આ પહેલા ભારતે 7 વિકેટે 536 રને ઇનિંગ ડિકલેર કરી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 243 રન બનાવ્યા હતા.

શ્રીલંકાએ ઇનિંગની શરૂઆતમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. કરુણારત્નેને મોહમ્મદ શમીએ પ્રથમ બોલે જ પેવેલિયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ ઈશાંત શર્માએ ડી સિલ્વાને 1 રનના સ્કોરે આઉટ કર્યો હતો.  શ્રીલંકાના અનુભવી બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝે અડધી સદી ફટકારી હતી.