બુધવાર, 10 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: જયપુર. , શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 (12:17 IST)

જયપુરમાં જૂની બિલ્ડિંગ ઢસડી જવાથી 2 ના મોત, વરસાદને કારણે કમજોર થઈ ગયો હતો પાયો

building collapse
building collapse
રાજસ્થાનની રાજધાની જયપુરના સુભાષ ચોક વિસ્તારમાં રામકુમાર ઘવઈની ગલીની પાસે ગઈકાલે રાત્રે એક જૂની રહેવાસી બિલ્ડિંગનો એક ભાગ અચાનક ઢસડી પડ્યો. આ દુર્ઘટનામાં 2 લોકોનો જીવ ગયો. જ્યારે કે અનેક લોકો ઘાયલ થઈ ગયા.  સિવિલ ડિફેન્સ ડેપ્યુટી કંટ્રોલર અમિત શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ અને ભેજને કારણે ઇમારતનો પાયો નબળો પડી ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો.

 
19 લોકો હતા બિલ્ડિંગમાં 7 ઘાયલ 
 એડીસીપી નોર્થ દુર્ગ સિંહ રાજપુરોહિતના જણાવ્યા અનુસાર, આ ઇમારતમાં લગભગ 19 ભાડૂઆતો રહેતા હતા. આ અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2 લોકોના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા. પોલીસને રાત્રે 01:15 થી 01:30 વાગ્યાની વચ્ચે આ અકસ્માતની જાણ થઈ હતી. સમાચાર મળતા જ પોલીસ અને નાગરિક સંરક્ષણ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. હાલમાં બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પાંચ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વહીવટીતંત્ર ઇમારતની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને તાજેતરના ભારે વરસાદથી કેટલું નુકસાન થયું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે.
 
વરસાદમાં જૂની બિલ્ડિંગો પર ખતરો 
ઉલ્લેખનીય છે કે સતત વરસાદે જયપુરમાં અનેક બિલ્ડિંગોની હાલત ખરાબ કરી નાખી છે. શહેરની અનેક બિલ્ડિંગો જૂની છે આવામાં લોકો ચિંતામાં પડી ગયા છે. આ ઘટના પછી જૂની બિલ્ડિંગની દેખરેખ અને સમારકામ માટે તરત જ પગલા ઉઠાવવાની જરૂર છે. જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના રોકી શકાય.   પોલીસ અને વહીવટીતંત્ર આ મામલાની તપાસ કરી રહ્યા છે. ઉપરાંત, બચાવ ટીમો બાકીના લોકોને શોધી રહી છે જેઓ હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોઈ શકે છે. શહેરમાં વરસાદ ચાલુ છે, તેથી જૂની ઇમારતોમાં રહેતા લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે.