મંગળવાર, 13 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2017 (10:46 IST)

Jammu Kashmir ના સોપોરમાં 2 આતંકી ઠાર કર્યા

Jammu & Kashmir
જમ્મુ અને કાશ્મીરના સોપોરના નાથીપોરા સેક્ટરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકી ઠાર કર્યા છે. 
 
સુરક્ષાદળોને વિસ્તારમાં કેટલાક સંદિગ્ધ લોકો હોવાની બાતમી મળી હતી. જેના આધારે સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો હતો. રાષ્ટ્રીય રાયફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસની ટીમના સયુંક્ત અભિયાનમાં 2 સ્થાનિક આતંકીઓ માર્યા ગયા.
 
બુધવારે આતંકીઓએ રાજ્યના પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. સોપોરમાં જે સમયે પોલીસ પેટ્રોલિંગ માટે જઈ રહી હતી ત્યારે તેમના પર હુમલો થયો હતો. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરી અને હુમલાની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. જો કે સામે પક્ષે આર્મી પણ જડબાતોડ જવાબ આપી રહી છે. અનેક આતંકીઓનો સફાયો થયો છે.
 
આતંકીઓએ બુધવારે પોલીસકર્મીઓ પર ગ્રેનેડ ફેંક્યો હતો.