સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જોધપુર , બુધવાર, 4 મે 2022 (10:48 IST)

જોધપુર હિંસા - કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં પછી ચાલ્યા ચાકુ, આજે રાત્રે 12 વાગ્યા સુધી લાગુ છે રોક, જાણો અપડેટ

jodhpur
સીએમ અશોક ગહલોતના ગૃહનગર જોધપુર (Jodhpur)માં ઉપજેલા તનાવ પછી શહેરમાં કાયદા વ્યવસ્થાને ચાલુ કરવા માટે પ્રભાવિત વિસ્તારોમાં કરફ્યુ  (Curfew) લગાવવામાં આવ્યો છે.  પોલીસ અને પ્રશાસનનો દાવો છે કે હવે કોઈપણ પ્રકારની હિંસા શહેરમાં થવા દેવામાં નહી આવે. પણ મંગળવારે મોડી રાત્રે કરફ્યુગ્રસ્ત સુરસાગર પોલીસ મથકમાં ફરી ભીડ એકત્રિત થઈ ગઈ. બીજી બાજુ એક યુવકને ચાકુ મરી દેવામાં આવ્યુ. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.  આ સીસીટીવી પોલીસ પ્રશાસનના તમામ દાવાની પોલ ખોલતા જોવા મળી રહ્યા છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. કે આ ચાકુબાજી પરસ્પર દુશ્મનીને કારણે થઈ કે કે જોધપુર સાંપ્રદાયિક હિંસાનો એક ભાગ છે. 

 
હિંસા કાબૂમાં આવ્યા બાદ પોલીસ પ્રશાસનનો દાવો છે કે કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવશે. કર્ફ્યુ વિસ્તારમાં માત્ર આવશ્યક પાયાની સુવિધાઓ જેવી કે પાણી, વીજળી અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવશે. કર્ફ્યુ વિસ્તારમાં શાળાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. પરંતુ કર્ફ્યુ વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રો તરીકે જાહેર કરાયેલી શાળાઓ ચાલુ રહેશે. ઉમેદવારનું એડમિટ કાર્ડ કર્ફ્યુ વિસ્તારના પાસ તરીકે ગણવામાં આવશે. પાસ તરીકે તબીબી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓનું જ ઓળખપત્ર સ્વીકારવામાં આવશે.
 
50  અસામાજીક તત્વોની ધરપકડ
જોધપુરમાં ઈદ નિમિત્તે ફાટી નીકળેલી હિંસા બાદ લાદવામાં આવેલો કર્ફ્યુ આજે રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે બુધવારની રાત સુધી લાગુ છે. તે જ સમયે, બુધવારે મધ્યરાત્રિ 12 સુધી સમગ્ર જોધપુર જિલ્લામાં ઇન્ટરનેટ પણ બંધ રહેશે. ડીજી લો એન્ડ ઓર્ડર હવાસિંગ ઘુમરિયાએ જણાવ્યું કે, ખલેલ પછી એક્શનમાં આવેલી પોલીસે મંગળવાર રાત સુધી 97 બદમાશોની અટકાયત કરી હતી. જે બાદ તેમાંથી 50ની ધરપકડ કરવામાં આવી હતી. ઠુમરીયાએ જણાવ્યું હતું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.