વિધાનસભામાં ભાષણ આપતી વખતે ખુલી ગઈ પૂર્વ CM ની ધોતી, સહયોગીએ બતાવ્યુ તો બાંધીને બોલ્યા, 4-5 કિલો વજન વધી ગયુ છે

Siddaramaiah
Last Updated: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (22:33 IST)
કર્ણાટક વિધાનસભામાં જ્યારે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા પોતાની વાત કરી રહ્યા હતા તે સમયે વિચિત્ર સ્થિતિ ઉભી થઈ. પૂર્વ સીએમ વિધાનસભામાં ઉભા થઈને પોતાની વાત કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે અચાનક તેમને વચ્ચે જ ટોક્યા.

ડીકે શિવકુમારે પૂર્વ મુખ્યમંત્રીના કાનમાં ધીરેથી કહ્યું કે તેમની ધોતી ઉતરવાની તૈયારીમાં છે. ત્યારબાદ વિધાનસભામાં ખડખડાટ હાસ્ય વહેવા લાગ્યુ.
પોતાના સાથીદાર પાસેથી આ સાંભળીને સિદ્ધારમૈયાએ કહ્યું, 'સારુ એવી વાત છે શુ. ત્યારબાદ પોતાની બેસતા પહેલા તેમણે એલાન કર્યુ કે ધોતી ટાઈટ કર્યા પછી તેઓ પોતાની વાત પૂરી કરશે. એ સમયે સિદ્ધારમૈયા મૈસુર ગેંગરેપ સંબંધિત પોલીસ કાર્યવાહી વિશે પોતાની વાત મુકી રહ્યા હતા.
પોતાની ધોતી ટાઈટ કર્યા પછી, સિદ્ધારમૈયાએ કહ્યું કે કોવિડ-19 માંથી સ્વસ્થ થયા બાદ તેમનું વજન 4-5 કિલોગ્રામ વધી ગયું છે. જેના કારણે તેના પેટનું કદ વધી ગયુ, જેના કારણે ધોતી ખુલીને પડવા લાગી. ત્યારબાદ આરડીપીઆર મંત્રી કેએસ ઈશ્વરપ્પાને સંબોધિત કરતા તેમણે કહ્યુ, મારી ધોતી ઉતરી ગઈ ઈશ્વરપ્પા. બીજી બાજુ જ્યારે ટ્રેઝરી બેંચને કોઈએ મદદની રજુઆત કરી તો સિદ્ધારમૈયાએ જવાબ આપ્યો, તમે બીજી બાજુ બેસ્યા છો તેથી હુ તમારી પાસે મદદ નહી માંગુ.


આ પણ વાંચો :