ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (16:07 IST)

હરિયાણામાં શાળાની છત પડી 27 બાળક અને 3 મજૂર કાટમાળમાં દબાયા

હરિયાણાના સોનીપત જિલ્લાના ગન્નૌર ગામડા બાંત સ્થિત જીવાનંદ પબ્લિક સ્કૂલમાં એક મોટો અકસ્માત થયો હતો. શાળામાં એક રૂમની છત તૂટી પડતાં ત્રીજા ધોરણના 27 બાળકો કાટમાળ નીચે દટાયા. તેમજ છત પર માટી નાખતા કામગીરીમાં રોકાયેલા 3 મજૂરો પણ કાટમાળમાં દટાયા. દુર્ઘટના પછી ઈજાગ્રસ્તોને કાઢી તરત હોસ્પીટલ પહોંચાડ્યા. જ્યાંથી 7 બાળકો ગંભીર સ્થિતિમાં પીજીઆઈ રોહતક રેફર કરાયુ. 
 
ગામડા બાંય સ્થિત પબ્લિક સ્કૂલમાં ગુરુવારે ત્રીજા ધોરણના રૂમની કાચી છત પર માટી નખાવી રહી હતી. તે દરમિયાન અચાનક છત તૂટી પડી, રૂમમાં અભ્યાસ કરતા 27 બાળકો અને છત પર કામ કરતા 3 મજૂરો ઘાયલ થયા. અકસ્માત બાદ શાળામાં નાસભાગ મચી ગઈ હતી.
 
ઘાયલ બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર હાલતને કારણે 7 બાળકોને રીફર કરાયા હતા. જેમાં અંશુ, લક્ષ્મી, સૂરજ, કૃતિ, ભાવના, દિવ્યા, સલોનીનો સમાવેશ થાય છે. પરિવારોએ બાળકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. 20 બાળકો અને 3 મજૂરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, જ્યારે એસડીએમ સુરેન્દ્ર દુહાણ, સિવિલ સર્જન જયકિશોર અને મોટી પોલીસ સ્ટેશનના પ્રભારી દેવેન્દ્ર કુમાર પણ અકસ્માતની માહિતી બાદ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.