શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (18:14 IST)

Karnataka Violence- કર્ણાટકના હુબલીમાં પણ દિલ્હીના જહાંગીરપુરી માફક હિંસા ફાટી નીકળી

violence
ઉત્તર કર્ણાટકના હુબલી શહેરમાં છેડછાડ કરીને અપલોડ કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કેટલાક લોકો રસ્તે ઊતરી આવ્યા હતા. ભીડને શાંત કરાવવા માટે પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
 
ઉગ્ર ભીડને શાંત કરાવતી વખતે કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા છે. આ દરમિયાન ભીડે પોલીસના વાહનમાં પણ આગ લગાવી હતી.
 
આ ઘટના શનિવારે રાત્રે નમાજ બાદ બની હતી. નમાજ બાદ કેટલાક લોકોનું ટોળું જૂના શહેરના પોલીસમથક સામે આવીને એકત્ર થયું હતું. ભીડને વેરવિખેર કરવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
 
હુબલી પોલીસે બીબીસી હિન્દીને જણાવ્યું, "એક ધાર્મિક સ્થળને અપવિત્ર કરવા બાબતનો મૉર્ફ્ડ વીડિયો પોસ્ટ કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયોને લઈને લોકોમાં નારાજગી છે અને તેમણે આ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી."