મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 એપ્રિલ 2025 (12:32 IST)

ગુજરાતીઓનો કાશ્મીર મોહ ઘટ્યો, કાશ્મીરની યાત્રાઓ ફટાફટ થવા માંડી છે રદ્દ, વિમાન કંપનીઓને પુરા પૈસા પાછા આપવાની વિનંતી

kashmir
ગુજરાત ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશને બુધવારે જણાવ્યું હતું કે તેમણે એરલાઇન્સને શ્રીનગરની ટિકિટો માટે ૩૦ એપ્રિલને બદલે ૩૦ જૂન સુધી મફત રદ કરવાની સુવિધા પૂરી પાડવા વિનંતી કરી છે, જેમ તેઓ પહેલા કરી રહ્યા હતા.
 
2024 મા લગભગ પાંચ લાખ પર્યટક ગયા હતા 
ગુજરાતના પર્યટકો માટે કાશ્મીર સૌથી પસંદગીનુ ઘરેલુ પર્યટન સ્થળ બની ગયુ છે. જ્યા 2024માં લગભગ પાંચ લાખ પર્યટક ગયા હતા. અમદાવાદ સ્થિત અજય મોદી ટ્રેવલ્સના અજય મોદીએ કહ્યુ કે એવુ લાગી રહ્યુ હતુ કે 2025માં આ સંખ્યા પાર થઈ જશે. પણ મંગળવારે (22 એપ્રિલ)ના રોજ થયેલા હુમલાએ સ્થિતિ બદલી નાખી.  
 
પહેલગામ હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાંથી ત્રણ ગુજરાતના મૂળના હતા. મોદીએ કહ્યું કે મોટી સંખ્યામાં લોકો કાશ્મીરની તેમની આયોજિત યાત્રાઓ રદ કરી રહ્યા છે અને ટૂર ઓપરેટરો એરલાઇન્સ સાથે વાત કરી રહ્યા છે જેથી જો તેઓ 30 જૂન સુધી તેમની યાત્રાઓ રદ કરે તો તેમને સંપૂર્ણ રિફંડ મળી શકે.
 
તેમણે કહ્યું, "અમે કાશ્મીર ટુર પેકેજો રદ કરવા માંગતા તમામ લોકોને કોઈપણ કેન્સલેશન ચાર્જ વિના રદ કરવાની મંજૂરી આપી રહ્યા છીએ. જો તેઓ ઈચ્છે તો, કોઈપણ મુશ્કેલી વિના, અમે તેમને અન્ય સ્થળો પસંદ કરવાની પણ મંજૂરી આપી રહ્યા છીએ."
 
મોદીએ કહ્યું કે લોકોએ 15 જૂન સુધી કાશ્મીર માટે ટૂર પેકેજ બુક કરાવ્યા છે. તેમણે કહ્યું, "ગ્રાહકો જમ્મુ અને કાશ્મીર જાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે તેઓ ત્યાંની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે."
 
 
ત્યા ભયનુ વાતાવરણ - ઓસોસિએશન
 ઓસોસિએશન  ને એક નિવેદનમાં કહ્યુ કે ત્યા ભયનુ વાતાવરણ છે અને આ સ્વભાવિક છે કે લોકો વર્તમાન પરિથિસ્તિઓમાં કાશ્મીરની યાત્રા પર આગળ નહી વધે. તેમને વિમાન કંપનીઓને 30 જોન સુધી બુક કરવામાં આવેલ ટિકિટો પર કેન્સલ ચાર્જિસ માફ કરવાની વિનંતી કરી છે.  
 
અક્ષર ટ્રેવલ્સના મનીષ શર્માએ જણાવ્યુ કે ગુજરાતના પર્યટકો માટે કાશ્મીર સૌથી લોકપ્રિય સ્થળ બની ગયુ છે અને 15 જૂન સુધીના પેકેજ બુક થઈ ચુક્યા છે. તેમણે કહ્યુ ટૂર ઓપરેટરના રૂપમાં અમે પર્યટકોને દરેક શક્ય સહાયતા પ્રદાન કરી રહ્યા છે. ભલે તે રદ્દીકરણ, વિસ્તાર કે પૈસા પરતનો મામલો હોય.