ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નૂર-સુલતાન (કઝાકિસ્તાન). , બુધવાર, 25 ડિસેમ્બર 2024 (14:38 IST)

Kazakhstan Plane Crash: કૈસ્પિયન સાગર પાસે ક્રેશ થયુ પ્લેન, 67 મુસાફરોથી ભરેલ અજરબૈજાનનાં વિમાનમાં લાગી આગ

Plane Crash
કઝાકિસ્તાનમાં અઝરબૈજાનનું પ્લેન ક્રેશ થવાના સમાચાર છે. તેમાં 67 મુસાફરો સવાર હતા. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. રાહત અને બચાવ ટીમો સ્થળ પર છે. સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે. એક વિડિયો બતાવે છે કે વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવી રહ્યું છે અને જમણી તરફ વળવાનું શરૂ કરે છે. બાદમાં તે ખુલ્લા મેદાનમાં તૂટી પડ્યું અને તેમાં આગમાં ભડકી ઉઠી. 
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અઝરબૈજાન એરલાઇન્સનું પેસેન્જર પ્લેન હતું, જે કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે દુર્ઘટનાંગ્રસ્ત થયુ હતું. ત્યારબાદ તે આગની લપેટમાં આવી ગઈ હતી. આ એમ્બ્રેર 190 એરક્રાફ્ટ અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના ચેચન્યાના ગ્રુઝની જઈ રહ્યું હતું, પરંતુ ત્યાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદલાઈ ગયો હતો. એરક્રાફ્ટમાં ક્રૂ મેમ્બર સહિત 62 મુસાફરો સવાર હતા. હવે માહિતી આવી રહી છે કે કેટલાક લોકો અકસ્માતમાં બચી ગયા છે. પરંતુ મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

 
એરપોર્ટ પાસે જ થઈ દુર્ઘટના
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના એરપોર્ટની એકદમ નજીક બની હતી. વિમાને કથિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરતા અનેક ચક્કર લગાવ્યા, પરંતુ અચાનક અટકી ગયું અને ક્રેશ થયું. આ પછી, એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળ પર દેખાઈ. ત્યાં રાહત અને બચાવ ટીમ કેટલાક લોકોને બચાવવામાં સફળ રહી હતી. કેટલાક લોકો પ્લેનના પાછળના ભાગે આવેલા ઈમરજન્સી એક્ઝિટમાંથી ઉતરતા જોવા મળ્યા હતા. વિડિયોમાં દેખાતો એરક્રાફ્ટ રજીસ્ટ્રેશન નંબર, 4K-AZ65, FlightRadar24 પર ઉપલબ્ધ ડેટા સાથે મેળ ખાય છે.