Kejriwal પર ભ્રષ્ટાચારના ખુલાસા કરતા બેભાન થયા Kapil mishra
આમ આદમી પાર્ટીના કપિલ મિશ્રા 5 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે, તેમની માંગણી છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 'આપ'ના પાંચ નેતાઓ સંજય સિંહ, આશીષ, સત્યેન્દ્ર જૈન, રાઘવ ચડ્ઢા અને દુર્ગેશ પાઠક ની છેલ્લા બે વર્ષો દરમિયાનની વિદેશ યાત્રાઓ અંગેની જાણકારી જાહેર કરે.
તેમનો દાવો છે કે, કેજરીવાલે સત્યેન્દ્ર જૈન પાસેથી 2 કરોડ રૂપિયા લીધા છે. કપિલ મિશ્રાએ કહ્યું કે આવતીકાલે 11 વાગ્યે અરવિંદ કેજરીવાલની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવશે.
આમ આદમી પાર્ટીના કપિલ મિશ્રાએ કહ્યું કે ચૂંટણી પંચને ફંડની ખોટી માહિતી આપી. બેન્કમાં પૈસા આવ્યા હતા 45 કરોડની રકમ બેન્કમાં જમા હતી અને વેબસાઈટ પર માત્ર 19કરોડ દર્શાવવામાં આવ્યા. 25 કરોડ રૂપિયાની સચ્ચાઇ કાર્યકર્તાઓથી છુપાવવામાં આવી. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસે રૂપિયાની તંગી ન હોવા છતાં લોકો પાસેથી 10-10 રૂપિયા ફાળો માંગીને દેશની જનતાનો દગો આપ્યો છે.
કેજરીવાલના ધારાસભ્યોએ નકલી કંપનીઓ ખોલીને ફન્ડની હેરફેરી કરી. કેજરીવાલની જાણમાં જ આ કૌભાંડ આચરવામાં આવ્યું.