સોમવાર, 14 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 એપ્રિલ 2025 (16:04 IST)

10માં ધોરણમાં 40% નંબર આવ્યા તો પિતાએ કહ્યુ - લગ્ન કરાવી દઈશ, ગુસ્સામાં 1200 KM દૂર પ્રેમી પાસે પહોચી ગઈ સગીરા

train
બિહારના મુજફ્ફરપુરની રહેનારી એક સગીર યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે 1200 કિલોમીટર દૂર ખંડવા પહોચી ગઈ. જ્યારે પ્રેમીને આ વાતની ખબર પડી તો તેના હાથ પગ ફૂલી ગયા. પોતાના મોટા ભાઈ સાથે મળીને તે યુવતીને પોલીસ સ્ટેશન લઈ ગયો. જ્યાથી સમજાવ્યા બાદ યુવતીને ફરી તેના માતા-પિતા પાસે મોકલી દીધી.  સગીર યુવતીએ આ વર્ષે 10મા ની પરીક્ષા આપી હતી અને 40 ટકા અંક મેળવ્યા હતા. આવામાં પિતા તેને લઢ્યા તો તે નારાજ થઈને પ્રેમી પાસે પહોચી ગઈ.  
 
બિહારની રહેનારી સગીર યુવતીની સૉન્ગ એપ સ્ટારમેકર પર ઈન્દોરના રહેનારા યુવક સાથે ઓળખ થઈ અને બંને સાથે મળીને ડુએટ ગીતનો વીડિયો બનાવવા લાગ્યા. આ દરમિયાન બંનેમાં પ્રેમ પ્રસંગ પરવાન ચઢ્યો  બીજી બાજુ યુવતીનુ ધોરણ 10 નુ પરિણામ આવી ગયુ .  જેમા તેને 40 ટકા માર્ક્સ જ મળ્યા.  જેને લઈને યુવતીના સરકારી કર્મચારી પિતા તેને લઢ્યા.  આ વાતથી નારાજ સગીરા પોતાના પ્રેમીને મળવા માટે  ટ્રેનમાં નીકળી પડી.   
 
બાલ કલ્યાણ સમિતિએ પરત મોકલી 
કોઈપણ સામાન લીધા વગર નીકળેલી યુવતી જેમ તેમ કરીને ખંડવા સ્ટેશન પહોચી. આ દરમિયાન પ્રેમી યુવકના ભાઈને આ સગીર યુવતી સાથે પોતાના ભાઈના પ્રેમ પ્રસંગની માહિતી મળી. જેને કારણે તે યુવતીને ઘરે પરત મોકલવા માટે રાજી કરવા પોતાના ભાઈ સાથે યુવતીને મળવા ખંડવા પહોચી ગયા. પણ યુવતી પોતાના પ્રેમી થી દૂર ઘરે જવા તૈયાર નહોતી. છેવટે મામલો શહેરના પોલીસ સ્ટેશનથી લઈને બાળ કલ્યાણ સમિતિ સુધી પહોચી ગયો.  જ્યાથી કાઉંસલિંગ પછી હવે યુવતી તેના પરિજનના હવાલે કરવા પરત બિહાર મોકલી દીધી છે. સાથે જ સમિતિએ પરિવારને પણ અભ્યાસને લઈને બાળકો પર વધુ સખ્તાઈ ન કરવાની સલાહ આપી છે.   
 
પિતા લઢ્યા તો નારાજ હતી યુવતી 
સગીરાને થર્ડ ડિવીજન આવ તા તેના સરકારી કર્મચારી પિતા તેને લઢ્યા હતા અને અહી સુધી કહી દીધુ હતુ કે  અભ્યાસમાં મન નથી લાગતુ તો અમે તારા લગ્ન કરાવી દઈએ છીએ.  પોતાના ઠપકાથી નારાજ થઈને તે પ્રેમી પાસે જવા માટે ખાલી હાથ નીકળી પડી. બિહારથી ઈન્દોર જવા માટે તે ટ્રેન દ્વારા લગભગ 1200 કિમી સુધીની યાત્રા કરી ખંડવા પહોચી