શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 28 નવેમ્બર 2021 (13:06 IST)

મુંબઈમાં ખેડૂત મહાપંચાયત- કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત બાદ આજે મુંબઈમાં ખેડૂત મહાપંચાયત યોજાશે.

ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત બાદ આજે મુંબઈમાં ખેડૂત મહાપંચાયત યોજાશે. 
 
મુંબઈના જાણીતા આઝાદ મેદાનમાં કિસાન મહાપંચાયત યોજાશે. મુંબઈના સ્થાનિક રાજકીય નેતાઓ રાકેશ ટિકૈત જેવા ખેડૂત નેતાઓ સાથે મંચ પર ન બેસતાં જનતા સાથે બેસશે.ખેડૂત મહાપંચાયતમાં અનેક ખેડૂત યુનિયનો પણ હાજર રહેશે
 
આ સાથે જ શનિવારના સિંઘુ બોર્ડર પર યોજાનારી સંયુક્ત કિસાન મોરચા (SKM) ની બેઠકમાં 29 નાં રોજ ખેડૂતોની સંસદ કૂચનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. કલાકો સુધી ચાલેલી મહાપંચાયતમાં ટ્રેક્ટર રેલી ન કાઢવા પર સહમતી સધાઈ હતી. તમને જણાવી દઈએ કે, 26મી નવેમ્બરે ખેડૂતોના વિરોધને એક વર્ષ પૂર્ણ થવા પર ખેડૂતોએ 29 નવેમ્બરે સંસદ તરફ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી હતી.