ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (14:47 IST)

Kolkata Doctor Murder Case - એ બૂમો પાડી રહી હતી તેથી જોરથી ગળુ દબાવ્યુ, એ રાત્રે લેડી ડોક્ટરને કેવી રીતે મારી ? હકીકત જાણીને ચોંકી જશો

sanjay roy
z કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં લેડી ડોક્ટર સાથે દરિદંગી કર્યા બાદ હત્યા કરનારા સંજય રોયે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. સીબેઆઈ સૂત્રોનુ માનીએ તો હત્યારા સંજય રૉયે સીબીઆઈની પૂછપરછમાં કબૂલ કર્યુ છે કે તેણે જ ટ્રેની લેડી ડોક્ટરની હત્યા કરી છે. તેણે કહ્યુ કે મહિલા ડોક્ટરની રેપ પછી એટલા માટે હત્યા કરી કારણ કે તે સતત બૂમો પાડી રહી હતી. ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટના રોજ આરજી કર હોસ્પિટલના સેમિનાર હોલમાં ટ્રેની ડૉક્ટરની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની સાથે રેપની ચોખવટ કરવામાં આવી. 
 
સૂત્રોના મુજબ આરોપી સંજય રોયે જણાવ્યુ, પીડિતા સતત બૂમો પાડી રહી હતી તેથી તેણે તેનુ જોરથી ગળુ દબાવી દીધુ અને ત્યા સુધી દબાવી રાખ્યુ જ્યા સુધી તેણે દમ તોડ્યો નહી.  સૂત્રોના જણાવ્યા મુજબ સંજય રોય બોક્સિંગનો સારો ખેલાડી હતો. તેથી પીડિતા તેના હાથમાંથી પોતાનો બચાવ કરી શકી ન હતી. અને આ જ કારણ છે કે સંજય રોય પીડિતાનું મૃત્યુ થાય ત્યાં સુધી તેનું ગળું દબાવતો રહ્યો. પીડિતાએ પણ પોતાના બચાવ માટે પૂરી કોશિશ કરી. તે ચીસો પાડી રહી હતી. સંજય રોયને પકડાઈ જવાનો ડર હતો. આ જ કારણ છે કે તેણે પોતાના હાથના પૂરા જોરથી પીડિતાનું ગળું દબાવી દીધું.
 
સંજયનો થયો પોલીગ્રાફ ટેસ્ટ 
સૂત્રોએ જણાવ્યુ કે સંજય રોયે પોતાના મેડિકલ ટેસ્ટ દરમિયાન પણ આ વાતની ચોખવટ કરી હતી. આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાના મુખ્ય આરોપી સંજય રૉય જ છે. સંજય રોયે 
 સંજય રોયનો 'પોલીગ્રાફ ટેસ્ટ' કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં કરવામાં આવ્યો હતો. સંજય રોયને ત્યાં જ કેદ કરી દેવામાં આવ્યા છે. 'પોલીગ્રાફ ટેસ્ટ' દરમિયાન, જ્યારે કોઈ વ્યક્તિ પ્રશ્નોના જવાબ આપી રહી હોય, ત્યારે તેની શારીરિક પ્રતિક્રિયાઓ મશીનની મદદથી માપવામાં આવે છે અને તે સાચું બોલે છે કે જૂઠું બોલે છે તે જાણવા મળે છે. સીબીઆઈએ કોર્ટ પાસેથી રોય અને ઘોષ સહિત સાત લોકો પર 'લાઇ ડિટેક્ટર ટેસ્ટ' કરાવવાની પરવાનગી લીધી છે. આ ટેસ્ટને કેસ દરમિયાન પુરાવાના રૂપમાં ઉપયોગ નથી કરી શકાતો પણ તેના પરિણામ એજંસીને આગળની તપાસમાં એક દિશા પ્રદાન કરશે.  
 
ક્યારે અને કેવી રીતે પકડાયો સંજય રોય 
મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં 31 વર્ષીય તાલીમાર્થી મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યાના એક દિવસ પછી કોલકાતા પોલીસે 10 ઓગસ્ટે સંજય રોયની ધરપકડ કરી હતી. તાલીમાર્થી ડૉક્ટરના મૃતદેહની નજીક CCTV ફૂટેજ અને બ્લૂટૂથ ડિવાઇસ મળી આવ્યા બાદ રોયની ધરપકડ કરવામાં આવી હતી, જે કૉલેજના સેમિનાર હૉલમાં સવારે 4 વાગ્યાની આસપાસ મળી આવ્યો હતો.  બીજી બાજુ આરજી કાર હોસ્પિટલ કેસમાં, સીબીઆઈએ હાલમાં તમામ 7 લોકોના પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ કર્યા છે. જ્યાં એક તરફ સીબીઆઈ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ સંજય રોય સાથેના કનેક્શનની તપાસ કરી રહી છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારના કેસની પણ તપાસ કરી રહી છે.