ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2022 (11:42 IST)

રાહુલ ગાંધીને પત્ર -'ભારત જોડો યાત્રાથી કોરોના પ્રોટોકૉલનો ભંગ થઈ રહ્યો છે, નિયમોનું પાલન કરો નહીં તો યાત્રા બંધ કરો'

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે "ભારત જોડો યાત્રાથી કોરોનાના પ્રોટોકૉલ તૂટી રહ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોના ઝડપથી વધી રહ્યો છે, એટલે કોરોના પ્રોટોકૉલનું પાલન થવું જોઈએ."
 
એનડીટીવીના અહેવાલ અનુસાર પત્રમાં કહેવામાં આવ્યું છે કે "યાત્રામાં માત્ર વૅક્સિન લઈ ચૂકેલા લોકો જ ભાગ લે અને માસ્ક તથા સૅનિટાઇઝરનો ઉપયોગ કરવામાંં આવે. સાથે જ યાત્રામાં જોડાય તે પહેલાં અને પછી યાત્રીઓને આઇસોલેટ કરવામાં આવે. જો આ બધું સંભવ ન હોય તો દેશહિતમાં યાત્રાને સ્થગિત કરવામાં આવે."
 
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાનથી હરિયાણા પહોંચી ગઈ છે. હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, વરિષ્ઠ નેતા રણદીપસિંહ સુરજેવાલા, દિપેન્દ્રસિંહ હુડ્ડા, પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઉદયભાન સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ યાત્રાનું રાજ્યમાં સ્વાગત કર્યું. આ યાત્રા 23 ડિસેમ્બર સુધી રાજ્યના અલગઅલગ વિસ્તારોમાંથી પસાર થશે.
 
હરિયાણાના નૂંહમાં એક સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે "દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડત કોઈ નવી વાત નથી, આ હજારો વર્ષોથી ચાલે છે. રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આજેે લડાઈ બે વિચારધાર વચ્ચે છે. એક વિચારધારા પસંદગીના લોકોને જ લાભ અપાવે છે જ્યારે બીજી અન્ય લોકો, ખેડૂતો, મજૂરોનો અવાજ ઉઠાવે છે...અને આ લડાઈમાં કૉંગ્રેસ પાર્ટીની એક ભૂમિકા છે...."