ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (18:09 IST)

કૉંગ્રેસની ભારત જોડો યાત્રાનો 100મો દિવસ, હિમાચલના મુખ્ય મંત્રી રાહુલ ગાંધી સાથે ચાલશે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો યાત્રાનો શુક્રવારે 100મો દિવસ છે.
 
પાછલા 100 દિવસોમાં ભારત જોડો યાત્રા તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાંથી પસાર થઈ છે.
 
કૉંગ્રેસ પાર્ટી તરફથી જાહેર કરાયેલ તસવીરોમાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત પણ ચાલતા દેખાયા.
 
હિમાચલ મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂ અને ઉપમુખ્ય મંત્રી મુકેશ અગ્નિહોત્રી આજે આ યાત્રા સાથે જોડાશે.
 
પાછલા દિવસોમાં આ યાત્રામાં અર્થશાસ્ત્રી રઘુરામ રાજનથી માંડીને ફિલ્મી કલાકારો જેમ કે સ્વરા ભાસ્કર, પૂજા ભટ્ટ, રિયા સેન અને આનંદ પટવર્ધન સામેલ થઈ ચૂક્યા છે.