મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (18:52 IST)

લખનૌઃ સદસ્યતા અભિયાનને લીલી ઝંડી, ચાર કરોડ સભ્યો બનાવવાના લક્ષ્ય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું લખનૌ આગમન થયું હતું અને આ પ્રસંગે  મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, સ્વતંત્ર દેવ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, રાધા મોહન સિંહ, કેશવ મૌર્ય, દિનેશ શર્મા અને અનુરાગ ઠાકુરે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. 
 
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લખનૌમાં વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. વૃંદાવન યોજના સ્થિત ડિફેન્સ એક્સ્પો ગ્રાઉન્ડ ખાતે શાહે અવધ પ્રદેશના શક્તિ પ્રભારી અને સંયોજકોને બૂથ વિજયનો મંત્ર પણ આપ્યો હતો. આ સાથે રાજ્યમાં ભાજપના ચાર કરોડ સભ્યો બનાવવાના લક્ષ્ય સાથે સભ્યપદ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું.