1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 એપ્રિલ 2024 (10:26 IST)

Maharashtra Fire News: 7 લોકો જીવતા સળગતા મોત, સવારે ગાઢ ઉંઘમાં સૂઈ રહ્યો હતો પરિવાર ત્યારે જ આગથી લપેટાઈ ગયુ ઘર

fire in maharashtra
fire in maharashtra

- સંભાજીનગરના  કેન્ટોનમેન્ટ કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી
- દુકાનમાં આગ લાગવાથી 7 લોકો જીવતા સળગી ગયા.
- મરનારાઓમાં 3 મહિલા, બે પુરૂષ અને બાળકોનો સમાવેશ

મહારાષ્ટ્રમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. એક મકાનમાં આગ લાગવાથી 7 લોકો જીવતા સળગી ગયા. મરનારાઓમાં 3 મહિલા, બે પુરૂષ અને બાળકોનો સમાવેશ છે. આગણી આ ભીષણ ઘટનાથી આસપાસમાં પણ હાહાકાર મચી ગયો છે. દુર્ઘટના એટલી સવારે થઈ કે શરૂઆતમાં તો આસપાસના લોકોને કઈ સમજાયુ નહી. જ્યા સુધી ઘટનાની ગંભીરતા સમજી શકતા ત્યા સુધી મકાન ખાખ થઈ ચુક્યુ હતુ.  બીજી બાજુ સવારના ચાર વાગ્યે બધા પીડિત ગાઢ ઉંઘમાં હતા. તેઓ કંઈ સમજી શકે ત્યા સુધી આગના લપેટામાં આવી ગયા હતા. બચવાનો કોઈ ઉપાય નહોતો. 
 
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના સંભાજીનગરમાં આગની એક દુ:ખદ ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સંભાજીનગરના કેન્ટોનમેન્ટ કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી હતી. પહેલા દરજીની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓએ ઉપરના માળે પણ લપેટમાં લીધી હતી. આગ તરત જ આખા ઘરમાં ફેલાઈ ગઈ. મકાનની ઉપરના રૂમમાં જ્યાં દરજીની દુકાન હતી ત્યાં એક પરિવાર રહેતો હતો. પરિવારના સભ્યો કંઈ સમજે તે પહેલા જ તેઓ આગની લપેટમાં આવી ગયા હતા. થોડી જ વારમાં બધું નાશ પામ્યું
 
મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય 
આ ભયાનક આગમાં 7 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં 3 મહિલા, 2 પુરૂષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ ભયાનક ઘટનાએ આજુબાજુ તેમજ પોલીસ પ્રશાસનને આંચકો આપ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે  કે પાડોશીઓ કંઈક સમજી શકે ત્યાં સુધીમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક લોકોએ પોતાના સ્તરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.