શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (18:16 IST)

CM પદની શપથ લેતા જ ઉદ્દ્વ બોલાવશે કેબિનેટની બેઠક, લઈ શકે છે આ નિર્ણયો

શિવસેના પ્રમુખ ઉદ્દ્વ ઠાકરે થોડીવાર પછી મુખ્યમંત્રીના પદની શપથ લેશે. ઉદ્ધવ ઠાકરે મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 6 વાગીને 40 મિનિટ પર શપથ લેશે.  શપથ ગ્રહણ સમારંભના થોડીવાર પછી જ ઉદ્ધવ કેબિનેટની પ્રથમ બેઠક થશે. આ બેઠક રાત્રે 8 વાગ્યે થશે.  એવુ કહેવાય રહ્યુ છે કે બેઠકમાં ખેડૂતો માટે થોડા મોટા નિર્ણય લઈ શકાય છે. 
 
એનસીપી નેતા જયંત પાટિલે કેબિનેટ બેઠકની માહિતી આપતા કહ્યુ કે રાત્રે 8 વાગ્યે ઉદ્ધવ ઠાક્રે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પ્રથમ કેબિનેટ કરશે. 
 
એવુ માનવામાં આવી રહ્યુ છે કે કોમન મિનિમમ પોગ્રામ (સીએમપી)મા કરવામાં આવેલા વચનોને લઈને કેબિનેટ કોઈ મોટુ એલાન કરી શકે છે. આ વિશે એકનાથ શિંદે એ જણાવ્યુ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મુદ્દે રાત્રે એથનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.  સીએમપી હેઠળ નોકરીમાં સ્થાનિક લોકોને 80 ટકા અનામત આપવા માટે કાયદો લાવવામાં આવશે. બેઠકમાં ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત નાનર રિફાઈનરી પ્રોજેક્ટ પર પણ ચર્ચા કરવામાં આવશે.