સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 26 નવેમ્બર 2019 (11:08 IST)

Maharashtra Live: મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આવતીકાલે થશે ફ્લોર ટેસ્ટ, કોર્ટે કહ્યુ કે ફ્લોર ટેસ્ટનુ લાઈવ પ્રસારણ થશે

સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી રાજનીતિક પ્રતિક્રિયા પણ આવવી શરૂ થઈ ગઈ છે. એનસીપી નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યુ છે કે સત્યમેવ જયતે. બીજેપીનો ખેલ ખતમ. 
 
મહારાષ્ટ્રમાં સરકારના મુદાને લઈને શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની અરજી પર નિર્ણય સભળાવતા સુપ્રીમ કોર્ટે બુધવારે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કહ્યુ છે. આ ગઠબંધનને ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ અપાવવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયને પડકારી છે. કોર્ટે કહ્યુ છે કે ફ્લોર ટેસ્ટનુ લાઈવ પ્રસારણ થાય. 
 
- મહારાષ્ટ્રમાં કાલ સાંજ સુધી બહુમતી પરીક્ષણ થાય: સુપ્રીમ કોર્ટ
- બુહમત પરીક્ષણનું સીધું પ્રસારણ થવું જોઈએ: સુપ્રીમ કોર્ટ
- આ સિવાય સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરીને ઑપન સિક્રેટ બૅલેટ-પેપર દ્વારા મતદાન યોજવાના નિર્દેશ આપ્યા હતા.
 
- આ પહેલાં રવિવારના રોજ શરૂ થયેલી સુનાવણી સોમવારના રોજ પણ ચાલુ રહી હતી .
- સુપ્રીમ કોર્ટના આ વલણ બાદ મુંબઈમાં સોમવારની મોડી રાત્રે ભારે હલચલ જોવા મળી.
- મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના અને કૉંગ્રેસે એક પ્રકારનું સંયુક્ત શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં 'અમે 162'ના નારા હેઠળ 162 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
- આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર
- 27 નવેમ્બરે ફ્લોર ટેસ્ટનો સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે.
 
આવતીકાલે સાંજ સુધી ફ્લોર ટેસ્ટ 

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર મમાલે મોટો નિર્ણય સંભળાવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસની સરકારને આવતીકાલે મતલબ બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધી સાબિત કરવુ પડશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવશે. જેનુ લાઈવ પ્રસારણ થશે. સુર્પીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે ધારાસભ્યોને શપથ પ્રોટેમ સ્પીકર અપાવશે. 27 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પુરી થવી જોઈએ. એટલુ જ નહી સુર્પીમ ક્કોર્ટ સંવૈધાનિક મુદ્દા પર સુનાવણીને 6 અઠવાડિયા પછી શરૂ કરશે. 
 
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યુ કે મહારાષ્ટ્રમાં સરકારની રચનાના મુદ્દાને લઈને શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની અરજી પર મંગળવારે સવારે 10: 30 વાગ્યે નિર્ણય સંભળાવવામાં આવશે.  આ રચનાએ ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ અપાવવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયને પડકાર આપ્યો છે.  હાલ રાજ્યમાં રાજનીતિક અનિશ્ચિતતા વધી ગઈ છે.  કારણ કે કેન્દ્રએ સોમવરે પણ આ દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં સરકાર રચના કરવા માટે ભાજપાને એનસીપીના 54 ધારાસભ્યોનુ સમર્થન હતુ. કેન્દ્રએ ન્યાયાલયને આગ્રહ કર્યો કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ અરજી પર જવાબ આપવા માટે બે ત્રણ દિવસનો સમય આપવામાં આવે.