શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (12:43 IST)

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય લાઈડસ્પીકર માટે લેવી પડશે પરવાનગી મસ્જિદ પાસે હનુમાન ચાલીસા કે ભજન નહી વગાડવુ

loudspeaker
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય લાઈડસ્પીકર માટે લેવી પડશે પરવાનગી મસ્જિદ પાસે હનુમાન ચાલીસા (Hanuman Chalisa)  કે ભજન નહી વગાડવુ 
 
મહારાષ્ટ્રમાં હવે ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર લગાવતા પહેલા રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી છે. મહારાષ્ટ્રના ગૃહવિભાગએ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને કોર્ટના આદેશને લાગૂ કરવાનો નિર્ણય કરાયો છે ખાસ વાત છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સતત રાજ્ય સરકારને મસ્જિદોથી લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી રહ્યા હતા. 
 
અજાનથી પહેલા અને 15 મિનિટ પછી મસ્જિદની પાસે નહી ચાલશે ભજન 
 
મહારાષ્ટ્રમાં હવે લાઉડ સ્પીકરને લઈને વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. હવે મસ્જિદની પાસે 100 મીટરના દાયરામાં હનુમાન ચાલીસા કે ભજન નહી ચલાવાશે. તે સિવાય ભજન માટે પણ પરવાનગી લેવી જરૂરી છે. આ વાતની જાણકારી નાશિક ઉપાયુક્ય દીપક પાંડેએ સોમવારે કરી છે.