ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 જૂન 2022 (16:50 IST)

Maharashtra Political Drama : મહારાષ્ટ્ર રાજનીતિમાં મોટો ઉલટફેર, આજે સાંજે CM પદની શપથ લેશે એકનાથ શિંદે

eknath shinde
Maharashtra Political Drama : મહારાષ્ટ્રમાં લગભગ બે અઠવાડિયાથી ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ હવે નવી સરકારની રચના સાથે સમાપ્ત થતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે.  દેવેન્દ્ર ફડણવીસ નહી પરંતુ શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદે મુખ્યમંત્રી તરીકેની શપથ લેશે. બીજેપી તેમનુ સમર્થન કરશે.  તેઓ સાંજે 7.30 વાગે પહેલીવાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. . બીજેપી શિંદે જૂથની મદદથી નવી સરકાર બનાવવા જઈ રહી છે. અગાઉ શપથ ગ્રહણ કાર્યક્રમ 1 જુલાઈએ યોજાવાનો હતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
 
આ ઉપરાંત  3 જુલાઈએ બાકી બંને જૂથના 3-3 મંત્રીઓ શપથ લેશે. બંને નેતાઓ રાજ્યપાલને મળી રહ્યા છે અને થોડા સમયમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. ગિરીશ મહાજન, પ્રવીણ દરેકર, સુધીર મંગંટીવાર, ચંદ્રકાંત પાટીલ આજે ભાજપના ક્વોટામાંથી મંત્રી બની શકે છે. સાથે જ શિંદે જૂથમાંથી ભરત ગોગાવલે, ઉદય સામંત, તાનાજી સાવંત, સંજય શિરસાટ અને સંદીપન ભુમરેને મંત્રી બનાવવામાં આવી શકે છે.