શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મુંબઈ: , શનિવાર, 25 જૂન 2022 (15:03 IST)

Maharashtra Political Crisis Live Update: મુંબઈ અને થાણેમાં કલમ 144 લાગુ, એકનાથ શિંદેના નિવાસસ્થાનની સુરક્ષા વધી

mumbai
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિકો પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે એકતા દર્શાવવા માટે રસ્તા પર ઉતરી શકે છે. આ ડરને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુંબઈ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. શિવસેનાના આ બળવાની અસર આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં પણ રહેશે. આથી પોલીસને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. મહા વિકાસ આઘાડી સરકારમાં ઘણા લોકો માને છે કે જો શિવસૈનિકોને હિંસા ફેલાવવાથી અંકુશમાં લેવામાં નહીં આવે તો તે કેન્દ્રને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવાની તક આપશે અને પછી વર્તમાન સરકાર પાસે સત્તા બચાવવાનો કોઈ આધાર નથી. 

- કોંગ્રેસના બાળાસાહેબ થોરાટે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારને કોઈ ખતરો નથી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારને કોઈ ખતરો નથી. તેમણે કહ્યું કે તેમની પાસે ખૂબ જ મજબૂત અને અનુભવી કાનૂની ટીમ છે અને 2019માં જ્યારે મહા વિકાસ અઘાડીની રચના કરવામાં આવી ત્યારે એ જ ટીમ તેમની સાથે હતી.
 
- મુંબઈમાં કલમ 144 લાગુ
મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
 
મુંબઈનાં શિવસેના ભવન ખાતે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં બેઠક મળી છે. બેઠકમાં પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને ઘણા મોટા નેતાઓએ હાજરી આપી છે.

 
- 'શિવસેના બાળાસાહેબ' નામ અલગ જૂથ બનાવવાનો નિર્ણય નથી લીધો - એકનાથ શિંદે
એકનાથ શિંદેએ કહ્યું, અમે બાળાસાહેબના શિવસૈનિક છીએ. અમે અલગ જૂથ બનાવવાનો કોઈ નિર્ણય લીધો નથી.