ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (09:49 IST)

Maharashtra Politics: શિવસેના-NCP કોંગ્રેસનુ ગઠબંધન ન થયુ, હવે ઓપરેશન લોટસની તૈયારીમાં BJP

મહારાષ્ટ્રમાં વિતેલા અનેક દિવસોમાં ચાલી રહેલી ઉઠાપટક વચ્ચે મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની મંજુરી આપી દીધી. જો કે તેના વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કોર્ટ ચાલી ગઈ છે. હવે રાજ્યમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરાયેલી બીજેપી સરકાર બનાવવા માટે કોશિશ કરશે. 
 
 
બીજેપીને મહરાષ્ટ્રમાં 105 સીટો પર જીત મળી છે અને બહુમત મેળવવા માટે 40 ધારાસભ્યોનુ સમર્થન વધુ જોઈએ. હવે પાર્ટી રાજ્યના 29 વિપક્ષ ધારાસભ્યોનુ સમર્થન મેળવવાની કોશિશ કરવા ઉપરાંત  બીજા દળોના ધારાસભ્યોને પણ પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરશે. 
 
મહારાષ્ટ્રમાં 59 વર્ષના ઈતિહાસમાં ત્રીજીવાર લગાવેલ રાષ્ટ્રપતિ શાસન પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા નારાયણ રાણેએ કહ્યુ કે મે દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી તેમને કહ્યુ છેકે આપણે  સરકાર બનાવવાની કોશિશ કરવી જોઈએ. સરકાર બનાવવા માટે જે પણ જરૂરી હશે તે અમે કરીશુ. મને નથી લાગતુ કે શિવસેના એનસીપી સાથે જશે.