1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2022 (09:15 IST)

Maharashtra Train Accident: એક્સપ્રેસ ટ્રેને માલગાડીને ટક્કર મારી, ચાર પૈડા પાટા પરથી ઉતરી ગયા, 50 મુસાફરો ઘાયલ

Maharashtra Train Accident:  મહારાષ્ટ્રના ગોંદિયામાં મંગળવારની મધરાતે 2:30 વાગ્યે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થતાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 50થી વધારે મુસાફરો ઘવાયા છે અને તમામને સારવાર માટે નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં લઈ જવાયા છે. ટેક્નિકલ ક્ષતિને કારણે એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
 
 SECRના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે 'ભગત કી કોઠી SF એક્સપ્રેસ' (20843)નો ડ્રાઈવર ટ્રેનને કાબૂમાં રાખી શક્યો ન હતો, જેના કારણે ટ્રેને તેની આગળ ઉભી રહેલી માલગાડીને ટક્કર મારી હતી." તેણે કહ્યું, 'ટક્કરને કારણે એક્સપ્રેસ ટ્રેનની એક બોગીના ચાર પૈડા પાટા પરથી ઉતરી ગયા.