ગુરુવાર, 27 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 15 ઑગસ્ટ 2022 (13:01 IST)

Ambani Family Threat Call: અંબાણી પરિવારને મળી ધમકી, રિલાયન્સ હોસ્પિટલના નંબર પર 8 કોલ આવ્યા

Ambani Family Threat Call
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પરિવારને ધમકીઓ મળી છે. એન્ટિલિયા કેસ બાદ અંબાણી પરિવારને ફરી ધમકીઓ મળી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો હતો, 
 
જેમાં ફોન કરનારે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે કુલ 8 ધમકીભર્યા કોલ આવ્યા છે. પોલીસ આ કોલની ચકાસણી કરી રહી છે. આ પછી હોસ્પિટલના લોકોએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.