રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (12:19 IST)

હરિયાણાના મહેન્દ્રગઢમાં ભીષણ રોડ એક્સીડેંટ, સ્કુલ બસ પલટી જવાથી 6 બાળકોના મોત, ડઝનથી વધુ ઘાયલ

Mahendragarh bus accident
Mahendragarh bus accident
હરિયાણાના મહેન્દ્રગઢ જીલ્લામાં ભીષણ માર્ગ અકસ્માતમાં પાંચ બાળકોના મોત થયા છે. જ્યારે કે અનેક બાળકો ઘાયલ છે. આજે સવારે એક પ્રાઈવેટ શાળાની બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ.  દુર્ઘટના કનીના કસ્બાની પાસે કનીના દાદરી માર્ગ પર થઈ. અત્યાર સુધી પ્રશાસને પાંચ બાળકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે ડઝનેક બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
 
અનેક ઘરો શોકમાં ગરકાવ 
 
અકસ્માતમાં ઘાયલ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોના ઘરોમાં શોકનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ખૂબ જ સ્પીડમાં હતી. આ અકસ્માતમાં અનેક બાળકોને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.