બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2023 (08:30 IST)

દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે મોટી દુર્ઘટના, 4 છોકરીઓ દાઝી ગઈ

ઉત્તરાખંડના દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટના કારણે એક ઘરમાં આગ લાગી હતી અને આ દુર્ઘટનામાં 4 છોકરીઓના મોત થયા હતા. આ ઘટના દેહરાદૂનના ચકરાતા તહસીલના તિયુની વિસ્તારમાં બની હતી. આગ લાગ્યા બાદ 4 છોકરીઓ તેમાં ફસાઈ ગઈ હતી અને આગ લાગવાને કારણે તેઓના મોત થયા હતા. ચકરાતાના ડેપ્યુટી કલેક્ટર યુક્ત મિશ્રાએ જણાવ્યું હતું કે લગભગ 5 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ભીષણ આગના કારણે લાકડાનું મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ એસડીઆરએફની મદદથી અઢીથી 12 વર્ષની વયની ચાર છોકરીઓની શોધખોળ કરવામાં આવી હતી, જોકે બાદમાં જિલ્લા પ્રશાસને તેમના મૃત્યુની જાણકારી આપી હતી.