મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 4 એપ્રિલ 2023 (17:07 IST)

Sikkim Avalanche: સિક્કિમમાં મોટી દુર્ઘટના, 6ના મોત, 11 ઘાયલ, 350ને બચાવી લેવાયા

sikkim
સિક્કિમમાં હિમસ્ખલનના કારણે ભારે તબાહીના સમાચાર છે. નાથુલા બોર્ડર પાસે કુદરતનો આ કહેર તૂટી પડ્યો છે. નાથુલા પહાડી પાસે આજે હિમવર્ષા (Avalanche) થઈ જેમા 6 પ્રવાસીઓના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હિમસ્ખલન બાદ કેટલાય પ્રવાસીઓ બરફ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેના પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
 
મૃતકોમાં ચાર પુરૂષ, એક મહિલા અને એક બાળક જણાવવામાં આવી રહ્યું છે. મંગળવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના ગંગટોક અને નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ રૂટ પર થઈ હતી. હિમપ્રપાત બાદ વધુ લોકો બરફમાં દટાયા હોવાની આશંકા છે.