બુધવાર, 2 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 19 જાન્યુઆરી 2025 (14:20 IST)

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બોટ પલટી જતાં 3 લોકોના મોત, 10 લાપતા

water death
બિહારના કટિહાર જિલ્લાના અમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે સવારે ગંગા નદીમાં બોટ પલટી જતાં ત્રણ લોકો ડૂબી ગયા અને અન્ય દસ લોકો લાપતા થયા.
 
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગડાઈ ડાયરા વિસ્તારમાંથી બોટમાં સવાર 17 લોકો ડાયરા વિસ્તારમાં ખેતરોમાં કામ કરવા જઈ રહ્યા હતા. દરમિયાન બોટ કાબુ બહાર જઈ નદીમાં પલટી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે 10 લોકો લાપતા છે.
 
સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક ડાઇવર્સની મદદથી ચાર લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને અમદાવાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે ધામા નાખ્યા છે. ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.