Manipur: આતંકવાદીઓએ સેના પર ઘાત લગાવીને કર્યો હુમલો, અસમ રાઈફલ્સના CO સહિત બે અન્ય લોકોના પણ મોત
Terrorists Attack on Army Contingent in Manipur: મણિપુરના સિંગનગાટ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહી આતંકવાદીઓએ સેનાની ટુકડી પર ઘાત લગાવીને હુમલો કર્યો છે. જેમા 46 અસમ રાઈફલ્સના કર્નલ વિપ્લવ ત્રિપાઠી (Col Viplap Tripathi) સહિત ચાર જવાન શહીદ થઈ ગયા છે. હુમલામાં કર્નલની પત્ની અને સગેર પુત્ર નુ પણ મોત થયુ છે. પ્રાપ્ત માહિતી મુજબ ઘટના ચુરાચંદપુર જીલ્લાના સિંગનઘાટના સેહકેન ગામમાં શનિવારે સવારે 10 વાગીને 30 મિનિટ પર થઈ. આ હુમલાની પાછળ મણિપુરના ચરમપંથી સગઠન પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો હાથ માનવામાં આવી રહ્યો છે.
સેહકેન એ બેહિયાંગ વિસ્તારમાં આવેલું એક સરહદી ગામ છે, જે જિલ્લાના મુખ્ય મથક ચુરાચંદપુરથી લગભગ 65 કિમી દૂર છે. સેનાએ આતંકીઓ પર કાર્યવાહી શરૂ કરી છે(Manipur Extremist Outfit). જ્યારે આસામ રાઈફલ્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસરના કાફલા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે રેપિડ રિસ્પોન્સ ટીમના સભ્યો અને અધિકારીનો પરિવાર કાફલામાં હતો. મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે સમાચાર એજન્સી પીટીઆઈને પુષ્ટિ આપી છે કે કમાન્ડન્ટ અને સૈનિકો, તેમના પરિવારના સભ્યો સહિત ઓચિંતા હુમલામાં માર્યા ગયા હતા.
મુખ્યમંત્રીએ ઘટનાની નિંદા કરી
મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે ટ્વિટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું, '46 આસામ રાઈફલ્સના કાફલા પરના કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરીએ છીએ, જેમાં સીઓ અને તેમના પરિવાર સહિત કેટલાક જવાનો આજે સિસીપુરમાં મૃત્યુ પામ્યા છે. રાજ્ય દળો અને અર્ધલશ્કરી દળો પહેલેથી જ આતંકવાદીઓને પકડવા માટે કામ કરી રહ્યા છે. દોષિતોને ન્યાય આપવામાં આવશે.