સોમવાર, 14 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 એપ્રિલ 2025 (10:39 IST)

Manipur Violence: સ્કુલ, બજાર અને અન્ય સાર્વજનિક સ્થાન બંધ, 17 એપ્રિલ સુધીનો આદેશ

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં તનાવ એકવાર ફરીથી માથે ચઢીને બોલી રહ્યો છે. લાંબા સમયથી હિંસા અને વિવાદનો સામનો કરી રહેલા આ રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થતી દેખાય રહી નથી. હવે ચુરાચાંદપુર જીલ્લામાં ફરીથી કરફ્યુ લાગૂ કરવામાં આવ્યો છે. જેના કારણે શાળા, બજાર અને અન્ય સાર્વજનિક સ્થાનો બંધ કરવામાં આવ્યા છે વિસ્તારમાં સમુદાયો વચ્ચે થયેલ હિંસક ઝડપ અને એક વ્યક્તિની મોત પછી સરકાર સતર્ક થઈ ગઈ છે.   
 
ક્યા અને કેવી રીતે લાગૂ થયો ફરફ્યુ ?
ચુરાચાંદપુરના જીલ્લા મેજીસ્ટ્રેટ ધરુણ કુમારે કરફ્યુ આદેશ રજુ કર્યો જે તરત પ્રભાવથી લાગૂ કરી દેવામાં આવ્યો છે  આદેશ અનુસાર, કાંગવાઈ, સમુલામલાન અને સાંગાઈકોટ સબ-ડિવિઝન સહિત બે ગામોમાં હિલચાલ અને પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. અન્ય વિસ્તારોમાં, સવારે 6 થી સાંજે 5 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ માટે થોડી છૂટ આપવામાં આવી છે, પરંતુ તે પછી સંપૂર્ણ કર્ફ્યુ અમલમાં રહેશે. આ વ્યવસ્થા 17 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
 
કેમ ભડકી હિંસા ?
તનાવની જડ છે 18 માર્ચના રોજ થયેલ વિવાદ, જેમા જોમી અને હમાર સમુહના સમર્થક પરસ્પર લડી પડ્યા હતા. આ ઝગડો એ સમયે વધી ગયો જ્યારે એક વ્યક્તિએ મોબાઈલ ટાવર પર ચઢીને જોમી સમુહનો ઝંડો નીચે ઉતારીને ફેંકી દીધો. ત્યારબાદ ગુસ્સામાં આવેલી ભીડએ વિરોધ શરૂ કરી દીધો. જે જોતજોતામાં હિંસામાં ફેરવાઈ ગયો. આ ઝડપમાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને અનેક લોકો ઘાયલ થઈ ગયા.  
 
વહીવટીતંત્રની સખ્તાઈ અને અપીલ
આ ઘટના બાદ, બંને ગામના અધિકારીઓએ એક એ ઈમરજન્સી  બેઠક યોજી હતી જેમાં કર્ફ્યુ લાદવા ઉપરાંત, બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા:
 
શાંતિ જાળવવા અપીલ: લોકોને અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે.
 
જમીન વિવાદ ઉકેલવા માટે પહેલ: બંને સમુદાયો વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે એક કરાર થયો છે.
 
ઉકેલની આશા
મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ સમુદાયો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, અને આ તાજેતરની ઘટના ફરીથી આગમાં ઘી લગાવી શકે છે. જોકે, વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સ્થાનિક નેતાઓની મદદથી શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.