શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 24 સપ્ટેમ્બર 2017 (12:20 IST)

વડાપ્રધાન મોદીના "મન કી બાત" ઓક્ટોબર મહાપુરુષોને યાદ કરવાનો મહિનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશ સાથે રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કરશે. આ મન કી બાતનો 36મો કાર્યક્રમ છે
‘મન કી બાત’ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. આ પ્રસારણ બાદ તરતજ આકાશવાણી પરથી ‘મન કી બાત’ કાર્યક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત થશે. વડાપ્રધાન મોદી મહિનાના દર છેલ્લા રવિવારે  મન કી બાત કાર્યક્રમ કરે છે.
 
*નવવરાત્રી શક્તિની આરાધનાનું પર્વની બધાને શુભેચ્છાઓ પાઠવું છું.
* શહીદ કર્નલ સંતોષ મહાડિકની પત્ની લેફ્ટેનન્ટ સ્વાતિ અને નિધિના રૂપમાં ભારતીય સેનાને બે વીરાંગનાઓ મળી છે.
* પ્રવાસનું મતલબ ફરવું નહી પણ સીખવું છે. 
* પર્યટન સ્થળોની જાણકારી ભારત સરકારને મોકલો. તમારા દ્વારા પસંદ કરાયેલા સ્થળોને સરકાર સ્વીકારશે.
* પ્રવાસ પર જ્યાં જાઓ ત્યાંના સારા અનુભવો અમનો મોકલો. શું તમે તમારા રાજ્યના 7 ઉત્તમ પર્યટન સ્થળ અંગે જાણકારી આપી શકો?
* 31 ઓક્ટોબરના રોજ આખા દેશમાં ‘રન ફોર યુનિટી’નો કાર્યોક્રમ હોવું જોઈએ. 
* લેફ્ટેનન્ટ સ્વાતિ અને નિધિના રૂપમાં ભારતીય સેનાને બે વીરાંગનાઓ મળી છે.
* ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે વિવિધતાને સમજવી પડશે. આ વખતે રજાઓમાં ભારત ભ્રમણ કરો.
* મને હિન્દુસ્તાનના 500 જિલ્લાઓમાં જવાની તક મળી હતી. આજે મને આ ચીજોને સમજવામાં ખુબ મદદ મળે છે.
* મહાપુરુષોનું સ્મરણ કરવું એ તેમના પ્રતિ ઉપકાર નથી. 
* ગાંધીજી, નાનાજી દેશમુખ, જયપ્રકાશ નારાયણ જેવા લોકો સત્તાના ગલિયારાથી દૂર રહ્યાં પરંતુ લોકો સાથે જોડાયેલા રહ્યાં.
* હું શ્રીનગર નગર નિગમને સફાઈ માટે આટલો ભાર આપવા બદલ અભિનંદન પાઠવું છું. તેમણે સફાઈ કરનારા બિલાલને સફાઈ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો.