શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (12:27 IST)

શંકરસિંહ વાઘેલાના ત્રીજા મોરચામાં પંક્ચર પાડવા કૉંગ્રેસે ઘડી રણનીતિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાવિરોધી મતોમાં ભાગલા પડાવવા માટે ભાજપે શંકરસિંહ વાઘેલાનો ‘વોટરકટર’ તરીકે ઉપયોગ કરી રહી હોવાનું માનવામાં આવે છે ત્યારે કૉંગ્રેસે પણ વાઘેલાના ત્રીજા મોરચા તરીકે કૂદવાના દાવમાં પંક્ચર પાડવાની રણનીતિ ઘડી કાઢી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ કોઈ કસર છોડવા માગતું નથી. તેમ જણાવતા કૉંગ્રેસના એક અગ્રણીએ જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલાના મનસૂબાને કૉંગ્રેસ અને પ્રજા સારી રીતે સમજે છે.

ભાજપ અને વાઘેલાના મનસૂબાને કૉંગ્રેસ અને પ્રજા સારી રીતે સમજે છે. ભાજપ અને વાઘેલા વચ્ચે સાંઠગાંઠ સાબિત કરવા માટે બાપુએ કૉંગ્રેસ છોડી ત્યારથી લઈને રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ વિરુદ્ધ ભાજપના ઉમેદવારને મત આપવાનું ઉદાહરણ અપાશે. કૉંગ્રેસ દ્વારા એવો પણ પ્રચાર કરાશે કે શંકરસિંહ વાઘેલાના ત્રીજા મોરચાને ભાજપ દ્વારા ફેડીંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસની રણનીતિને પાર પાડવા માટે પ્રચાર એજન્સીઓની મદદ પણ લેવાશે. શંકરસિંહ વાઘેલાએ ભાજપની બી ટીમ બનીને કૉંગ્રેસની મતબેન્ક તોડવા માટે જ જનવિકલ્પ નામનો મોરચો ઊભો કર્યો છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી. શંકરસિંહ વાઘેલાની રાજકીય વિશ્ર્વસનીયતા ઉપર પ્રહાર કરવાનું પણ કૉંગ્રેસે નક્કી કર્યું છે.