શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 23 માર્ચ 2024 (11:56 IST)

શહીદ દિવસ - ભગત સિંહે ફાંસી પહેલા સફાઈ કર્મચારીને બતાવી હતી પોતાની અંતિમ ઈચ્છા, જે ન થઈ શકી પુરી

Martyrs Day: ક્રાંતિકારી ભગત સિંહની આજે એટલે કે  23 માર્ચે પુણ્યતિથિ છે. તેને શહીદી દિવસ અથવા બલિદાન દિવસના રૂપમાં યાદ કરવામાં આવે છે. આઝાદી માટે 23 વર્ષની વયે ફાંસી પર ચઢનારા ભગત સિંહ ઈંકલાબ જિંદાબાદ અને સામ્રાજ્યવાદ મુર્દાબાદના નારા લગાવતા હતા. 23 માર્ચ 1931ના રોજ લાહોરની સેંટલ જેલમાં ક્રાંતિકારી રાજગુરૂ અને સુખદેવન્જી સાથે ફાંસીની સજા ભોગનારા ભગતસિંહની મૃત્યુ પહેલા અંતિમ ઈચ્છા હતી જે પુરી થઈ શકી નથી. 
 
કોઠરી નંબર 14માં બંધ હતા ભગત સિંહ 
 
ઉલ્લેખનીય છે કે ભગત સિંહ લાહોર સેંટલ જેલમાં કોઠરી નંબર 14માં બંધ હતા, જેની ફર્શ પણ કાચી હતી. તેના પર ઘાસ ઉગી હતી. કોઠરી એટલી નાની હતી કે તેમા ખૂબ જ મુશ્કેલીથી ભગત સિંહનુ શરીર આવી શકતુ હતુ. જો કે તેઓ જેલની જીંદગીના આદી થઈ  ગયા હતા. 
 
અંતિમ ઈચ્છા ન થઈ શકી પુરી 
 
ઉલ્લેખનીય છે કે ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવને નિર્ધારિત સમયના 12 કલાક પહેલા ફાંસી આપવામાં આવી હતી. તેમને 24 માર્ચે ફાંસી આપવાની હતી. આ પહેલા ભગત સિંહે જેલના સફાઈ કર્મચારી બેબેને વિનંતી કરી કે તે ફાંસીના એક દિવસ પહેલા તેમને માટે ઘરનુ ભોજન લઈ આવે. 
 
પરંતુ બેબે ભગત સિંહની અંતિમ ઈચ્છા પુરી ન કરી શક્યો. કારણ કે તેમને સમય પહેલા જ ફાંસી આપવાનો નિર્ણય થઈ ગયો હતો અને બેબેને જેલમાં ઘુસવા દેવામાં આવ્યા નહી. 
 
ખિસ્સામાં મુકતા હતા ડિક્શનરી અને પુસ્તક 
 
ભગત સિંહ વિશે બતાવાય છે કે તેઓ પોતાના એક ખિસ્સામાં ડિક્શનરી અને બીજામાં પુસ્તક મુકતા હતા. તેમન મગજમાં પુસ્તકી કીડો હતો. 
 
કોઈ મિત્રના ઘરે ગયા કે પછી ક્યા બેઠા છે તો તે તરત જ પોતાના ખિસ્સામાંથી પુસ્તક કાઢીને વાંચવા માંડતા હતા. આ દરમિયાન અંગ્રેજીનો કોઈ શબ્દ સમજાતો નહોતો તો તેઓ ડિક્શનરી કાઢીને તેનો અર્થ સમજી લેતા હતા.