રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (18:25 IST)

MCDની કાર્યવાહી, એક્વિલા રેસ્ટોરેંટ બંધ, મહિલાને સાડી પહેરી હોવાથી પ્રવેશ ન આપવા માટે આવ્યુ હતુ ચર્ચામાં

ગયા અઠવાડિયે દિલ્હીની એક રેસ્ટોરેંટ એક્વિલા રેસ્ટોરેંટ ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયુ હતુ જયારે ત્યાના સ્ટાફે એક મહિલા ગ્રાહકને હોટલમાં એટલા માટે પ્રવેશ નહોતો આપ્યો કારણ કે તેણે સાડી પહેરી હતી. હોટલના સ્ટાફના કહેવા મુજબ સાડી એ હોટલનો સ્માર્ટ કોડ ડ્રેસ નથી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણા આરોપો પ્રત્યારોપ થયા હતા. 
 
હવે આજે આ રેસ્ટોરેન્ત પર એમસીડીની કાર્યવાહી થઈ છે. લાઇસન્સ આપતી એજન્સી સાઉથ MCDએ રેસ્ટોરન્ટના રેકોર્ડની તપાસ કરી હતી. જેમાં રેસ્ટોરન્ટ પાસે માન્ય લાયસન્સ નહોતું, આથી તેને બંધ કરવાની નોટિસ આપી હતી.
 
MCDના હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ
 
સાઉથ MCDના હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મળ્યા બાદ, એક્વિલા રેસ્ટોરન્ટ વતી કુણાલ છાબરાએ સ્વીકાર્યું હતું કે રેસ્ટોરન્ટ ચલાવવા માટે લાયસન્સ જરૂરી નથી, જ્યાં સુધી લાયસન્સ ન મળે ત્યાં સુધી તે રેસ્ટોરન્ટ બંધ કરી રહ્યા છે. આ સંદર્ભે, રેસ્ટોરન્ટ સંચાલકે MSD તરફથી મળેલી ક્લોઝર નોટિસ સાથે સોગંદનામું પણ રજૂ કર્યું છે.
સાડી વિવાદને લઈને વીડિયો થયો હતો વાયરલઉલ્લેખનીય છે કે, જ્યારે એક્વિલા રેસ્ટોરન્ટમાં સાડી પહેરીને પહોંચેલી મહિલાને એન્ટ્રી ન મળી, ત્યારે ભારે હંગામો થયો હતો. આ વિવાદને લઈને વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. વીડિયોમાં જે મહિલા વિડીયો બનાવી રહી છે, તેમાંથી રેસ્ટોરન્ટ સ્ટાફ એવું કહેતો જોવા મળે છે કે, અમે માત્ર સ્માર્ટ કેઝ્યુઅલ કપડા પહેરેલા લોકોને જ આવવા દઈએ છીએ અને સાડી પહેરેલા લોકોને આવવા દેતા નથી. આ વિડીયો જોઈને લાગે છે કે, આ પહેલા પણ મહિલા સ્ટાફ સાથે વાત કરી ચુકી છે, વીડિયોમાં જ તે અન્ય મહિલા સ્ટાફને એક વખત સ્પષ્ટતા કરવાનું કહેતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર, વપરાશકર્તાઓ રેસ્ટોરન્ટને ટ્રોલ કહી રહ્યા હતા. કેટલાક તેનો બહિષ્કાર કરવાનું કહી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આવા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન સવાલ એ પણ થાય છે કે આવા કપડા, જેને પહેરવામાં ભારતીય મહિલાઓ ગર્વ લે છે, તે સ્માર્ટ વસ્ત્રો કેમ નથી