રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :શ્રીનગર , શુક્રવાર, 6 જુલાઈ 2018 (10:40 IST)

J&K ઔરંગજેબ પછી આતંકવાદીઓએ કૉન્સ્ટેબલ જાવેદનુ અપહરણ કરીને કરી હત્યા

. દેશ હાલ જવાન ઔરંગજેબની હત્યાને ભૂલી નહોતુ કે જમ્મુ કાશ્મીરના શોપિયા જીલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ એક વધુ પોલીસકર્મચારી જાવેદ અહમદ ડારનુ અપહરણ કરીને તેની હત્યા કરી દીધી છે. પોલીસ કર્મચારી જાવેદનો મૃતદેહ કુલગામમાં મળ્યો છે. કાંસ્ટેબલ જાવેદ શોપિયાં જીલ્લામાં એસએસપી સાથે ડ્યુટી પર હતો.  ડારને આતંકવાદીઓએ ગુરૂવારે શોપિયાંના કચદૂરા વિસ્તારમાંથી અપહરણ કર્યુ. જાવેદનુ એ સમયે અપહરણ કરવામાં આવ્યુ જ્યારે તે એક મેડિકલ સ્ટોર પર દવા લેવા જઈ રહ્યો હતો. 
 
પ્રત્યક્ષદર્શી મુજબ એક કારમાં ત્રણથી ચાર હથિયારધારી આતંકવાદી આવ્યા અને હવામાં ફાયરિંગ કરીને બંદૂકની અણી પર જાવેદને પોતાની સાથે કારમાં બેસાડીને લઈ ગયા. ઉલ્લેખનીય છે કે આ પહેલા જૂનમાં સેનાના 44 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન ઔરંગઝેબનુ અપહરણ કરી તેની હત્યા કરી નાખી હતી. જવાન ઔરંગજેબની હત્યા પર દેશભરમાં રોષ હતો. 
 
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આતંકીઓ દ્વારા સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કર્યા બાદ બહરેમીથી તેની હત્યા કરી દેવાઇ હતી. ઔરંગઝેબનુ એ સમયે અપહરણ કરાયુ હતુ જ્યારે તે  ઇદ પર પોતાના ઘરે જવા માટે નીકળ્યો હતો.