ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (12:34 IST)

હોસ્પિટલ પર હુમલો કરી લશ્કર કમાંડરને છોડાવીને લઈ ગયા આતંકવાદી.. એક પોલીસનું મોત

જમ્મુ કાશ્મીરની રાજધાનીમાં આવેલ મહારાજા હીરા સિંહ હોસ્પિટલ પર મંગળવારે બપોરે હથિયારબંધ આતંકવાદીઓએ હુમલો કર્યો છે. 
 
પ્રાપ્ત માહિતી મુજબ પોલી સહી લશ્કર કમાંડર નાવેદ જટ્ટ ઉર્ફ અબૂ હંજલા સહિત છ આતંકવાદીઓને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈને આવી હતી.  આ દરમિયાન કેટલક હથિયારબંધ આતંકવાદીઓ હોસ્પિટલમાં ઘુસીને ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી. આ ગોળીબારીમાં એક પોલીસ કર્મચારીનું મોત થઈ ગયુ. બીજી બાજુ એક અન્ય ગંભીરરૂપે ઘાયલ છે. 
 
સૂત્રો મુજબ આ હુમલા દરમિયાન પાકિસ્તાની આતંકી અબૂ હંજલા પણ પોલીસને પકડમાંથી ફરાર થઈ ગયો. બીજી બાજુ સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની ઘરપકડ માટે શોધ ચાલી રહી છે.