મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 27 માર્ચ 2019 (13:22 IST)

Mission Shakti: જાણો શુ છે મિશન શક્તિ, જેણે ભારતને બનાવ્યુ સ્પેસ પાવર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં જણાવ્યુ કે ભારતે આજે એક અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. ભારતે આજે પોતાનુ નામ સ્પેસ પાવર ના રૂપમાં નોંધાવ્યુ છે.  અત્યાર સુધી રૂસ, અમેરિકા અને ચીનને આ દરજ્જો મળ્યો હતો. હવે ભારતે પણ આ ઉપલબ્ધિ મેળવી છે. તેમણે જણાવ્યુ કે અમારા વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં 300 કિમી દૂર LEO (Low Earth Orbit) માં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડી છે.  આ લાઈવ સેટેલાઈટ જે એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતુ. તેને એંટી સેટેલાઈટ મિસાઈલ (A-SAT) દ્વારા તોડી પાડવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છેકે અત્યાર સુધી દુનિયાના ફક્ત 3  દેશ પાસે આ તાકત હતી. હવે ભારત પાસે પણ આ તાકત છે. ભારત સ્પેસ પાવરવાળો ચોથો દેશ બની ગયો છે. 
 
મિશન શક્તિ (Mission Shakti)
 
ભારતીય વૈજ્ઞાનિકોએ 300 કિલોમીટર દૂર લો અર્થ ઓર્બિટના એક સેટેલાઈટને તોડી પાડ્યુ છે. ભારતે જે સેટેલાઈટ ટાર્ગેટને તોડી પાડ્યુ તે એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતુ. આ લક્ષ્યને એ સૈટ (એંટી સેટેલાઈટ) મિસાઈલ દ્વારા તોડી પાડ્યુ છે. આ મિશનને માત્ર ત્રણ મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યુ છે. મિશન શક્તિ એક ખૂબ જ મુશ્કેલ મિશન હતુ. તેનાથી ભારતની તકનીકી ક્ષમતા વધી છે. 
 
આ ઉપલબ્ધિ પછી આપણા દુશ્મનો પર સ્પેસ દ્વારા પણ હુમલો કરી શકાય છે. યુદ્ધની સ્થિતિમાં આ ઉપલભ્દિ ભારતને મોટી સફળતા અપાવશે.  આ મિશનને ઈસરો અને ડીઆરડીઓ બંનેયે મળીને પુર્ણ કર્યુ છે. ભારતે આ સફળ પરીક્ષણ દ્વારા ચીનને સંદેશ આપ્યો છે. કારણ કે પાકિસ્તાન પાએ એવી કોઈ તાકત નથી. બીજી બાજુ એશિયાયામાં અત્યાર સુધી ચીન પાસે જ આ તાકત હતી. 
 
શુ હોય છે  Low Earth Orbit
 
લો અર્થ ઓર્બિટનો ઉપયોગ ટેલીકમ્યુનિકેશન માટે કરવામાં આવે છે. આ ઓર્બિટ પૃથ્વીની સતહથી 400 થી 1000 મીલની ઊંચાઈ પર હોય છે.  જેમા લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ હાઅર હોય છે. આ સેટેલાઈટનો ઉપયોગ મુખ્ય રૂપથી ડેટા કમ્યુનિકેશન માટે કરવામાં આવે છે. સરળ ભાષામાં કહે તો ઈમેલ, વીડિયો કૉન્ફ્રેસિંગ અને પેજિંગની સેવાનો ઉપયોગ કરવામાં આ જ સેટેલાઈટનો ઉપયોગ થાય છે. આ સેટેલાઈટ ખૂબ ઝડપથી ચાલે છે અને તેમની કોઈ એક જગ્યા ફિક્સ નથી હોતી. એલઈઓ આધારિત ટેલીકમ્યુનિકેશનનો ઉપયોગ મુખ્ય રૂપથી વિકાસશીલ દેશોમાં થાય છે.