મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 27 માર્ચ 2019 (12:42 IST)

ભારતે આજે અંતરિક્ષ ઈતિહાસમાં પોતાનુ નામ નોંધાવ્યુ - મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ આજે જનતાને મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યુ કે ભારતે આએ પોતાનુ નામ અંતરિક્ષના ઈતિહાસમા નોંધાવ્યુ. આજે ભારત અંતરિક્ષ મહાશક્તિ બન્યુ છે. અંતરિક્ષ મહાશક્તિ બનનારો ભારત ચોથો
દેશ બની ગયો છે. 
 
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, "ભારતે આજે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરી છે. ભારતે આજે પોતાનુ નામ સ્પેસ પાવરના રૂપમાં નોંધાવ્યુ. અત્યાર સુધી રૂસ, અમેરિકા અને ચીનને આ દરજ્જો મેળવ્યો હતો. હવે ભારતને પણ આ ઉપલબ્ધિ મળી છે. 
 

 

મોદીની જાહેરાત પૂર્વે જ સુરક્ષા સંબંધિત કમિટીની બેઠક મળી હતી, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવે છે કે સુરક્ષા સંબંધિત કોઈ જાહેરાત હોય શકે છે.

કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવા છતાં મોદી દ્વારા રાષ્ટ્રજોગ સંબોધન અંગે સવાલ ઉઠાવ્યા હતા.